ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર ઉપર દુષ્કર્મ કર્યાનો આક્ષેપ

યુવતી પાસેથી ૯.૬૦ લાખ રૂપિયા પડાવ્યા-યુવતી જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે જતી હોવાથી સંપર્કમાં આવી
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરીએકવાર દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ વિસ્તારના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આર્ટિસ્ટ યુવતીએ ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેક્ટર અને તેના પિતરાઈ ભાઈ પર દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બનાવનીની વિગત એવી છે કે, લગ્નની લાલચ આપીને ફિલ્મ શુટિંગના બહાને દ્ધારકા, રાજકોટ, દિવ, ધારી અને અમરેલીના ભાડેલ ગામે છ માસ પહેલા હોટલમાં લઈને દુષ્કર્મ કર્યાનું જણાવ્યું હતું.
યુવતીના પિતાના નિવૃતિના કુલ ૯.૬૦ લાખ રૂપિયા પણ યુવતી પાસેથી લીધા બાદ પણ પરત કર્યા ન હતા. યુવતી ત્રણ વાર ગર્ભવતી પણ થઈ હતી બાદમાં કોઈ દવા આપી ગર્ભ પડાવી નાખવામાં આવ્યો હતો. ચાંદખેડા વિસ્તારમાં રહેતી ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી ૧૮ વર્ષીય યુવતી ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર હાર્દિક સતાસીયા અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયા જોડે યુવતી જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે જતી હોવાથી સંપર્કમાં આવી હતી.
યુવતીને ફિલ્મ શૂટિંગના બહાને આરોપીએ દ્વારકા, રાજકોટ અને દિવની હોટલના રૂમમાં રાખી અનેકવાર રેપ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં અમરેલી જિલ્લાના ભાડેલ ગામે ફિલ્મ શૂટિંગ માટે ગયેલી યુવતીને આરોપી હાર્દિક પોતાના કાકાના ઘરે લઈ ગયો હતો બાદમાં રાત્રીના સમયે યુવતીનું મોં દબાવી, હાથ પગ પકડી હાર્દિક અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયાએ દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના અંગે કોઈને ન કહેવા નહી તો જાનથી મારવાની આરોપીએ ધમકી આપી હતી. યુવતીના નિવૃત પિતાની ગ્રેજ્યુઈટીના પૈસામાંથી હાર્દિકે યુવતી પાસેથી ૯.૬૦ લાખની રકમ લીધી તે પણ પરત કરી નહોતી. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. દ્વારકા, રાજકોટ અને દિવની હોટલના રૂમમાં રાખી અનેકવાર યુવતી સાથે રેપ કર્યો હોવાનું સામે આવ્યું છે.