Western Times News

Gujarati News

મહામારી ખતમ નથી થઇ, ચીનમાં ટીમ મોકલીશું: ડબ્લ્યુએચઓ

નવીદિલ્હી: કોરોના વાયરસને પગલે દુનિયાભરના દેશો પરેશાન થઇ ચૂક્યા છે, અર્થતંત્ર ખાડે બેસી ગયાં છે તેવામાં ડબલ્યૂએચઓએ ફરી એકવાર ચેતવણી આપી છે. ડબલ્યૂએચઓએ ચેતવણી આપતા કહ્યું કે કોરોના વાયરસ મહામારી હજી ખતમ નથી થઇ. કોરોના વાયરસ ફેલાયાના ૯ મહિના બાદ હવે જાગ્યું હોવાનો ઢોંગ કરતા ડબ્લ્યુએચઓએ ચીનમાં ટીમ મોકલવાનું એલાન કરતા કહ્યું કે એક ટીમ ચીન જઇ કોરોના વાયરસ કેમાંથી ફેલાણો તે અંગે તપાસ હાથ ધરશે. કોરોનાને પગલે અમેરિકાની હાલત સૌથી વધુ ખરાબ થઇ છે.

ચીનના વુહાનમાંથી વાયરસ ફેલાયાના ૬ મહિનામાં જ વિશ્વભરના ૫ લાખ સંક્રમિતોના મોત થઇ ચૂક્યાં છે અને ૧૦ મિલિયન લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ડબ્લ્યુએચઓના મરણિયા પ્રયાસ જણાવી દઇએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર કેટલાય પ્રકારના આરોપો લાગી રહ્યા હતા, ચીનમાંથી વાયરસ ફેલાયા બાદ કંઇપણ પ્રકારની કાર્યવાહી ના થતાં અમેરિકા સહિતના દેશોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર આંખ આડા કાન કરવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તો ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટરને રાજીનામું આપી દેવાની પણ ચેતવણી આપી દીધી હીત અને ધણકીના સૂરમાં કહ્યું હતું કે જો ચીન પર કાર્યવાહી નહિ થાય તો અમેરિકા ડબલ્યૂએચઓને મળતું ફંડ રોકી દેશે.

આખરે ૯ મહિના બાદ હવે ડબ્લ્યુએચઓએ મરણિયા પ્રયાસ હાથ ધર્યા છે અને ચીનમાં એક ટીમ મોકલી કોરોના સંક્રમણનો સોર્સ શોધવાનું નક્કી કર્યું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ૯ મહિના બાદ આ શક્ય છે? આખું વિશ્વ પરેશાન કોરોના વાયરસના વિશ્વભરમાં ૧ કરોડ ૪ લાખ ૯ હજાર ૨૩૯થી વધુ સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. જેમાંથી ૫ લાખ ૮ હજાર ૮૪ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

અમેરિકામાં સૌથી વધુ ૨૬ લાખ ૮૧ હજારથી વધુ સંક્રમિત અને ૧ લાખ ૨૮ હજાર સંક્રમિતોના મોત થયાં છે. જ્યારે બ્રાઝીલમાં ૧૩ લાખ ૭૦ હજારથી વધુ લોકો સંક્રમિત અને ૫૮૩૮૫ લોકોના મોત થયાં છે.
ભારતમા કોરોના વાયરસનો કહેર ભારતમાં ૫-૫ લાકડાઉન બાદ પણ કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઇ રહ્યો. દેશમાં અત્યાર સુધીમાં સાડા પાંચ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને ૧૬, ૪૭૫થી વધુ સંકરમિતો મૃત્યુ પામી ચૂક્યા છે. ભારતમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ગુજરાતની હાલત સૌથી ખરાબ છે જ્યાં ક્રમશઃ ૧૬૪૬૨૬, ૮૩૦૭૭, ૮૨૨૭૫, ૩૧૩૨૦ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.