Western Times News

Gujarati News

વર્લ્ડકપ ૨૦૧૧ની ફાઈનલ પર ફિક્સિંગનો આરોપ

નવી દિલ્હી: શ્રીલંકાના પૂર્વ રમત મંત્રી મહિંદાનંદ અલુથગામગેએ દાવો કર્યો કે શ્રીલંકાએ ભારતને જીત આપાવવા માટે ૨૦૧૧ની ફાઈનલ મેચ વેચી દીધી હતી. આ મામલે શ્રીલંકન સરકારે આરોપોની અપરાધિક તપાસના આદેશ આપ્યા છે. રમત મંત્રાલયના સચિવ કેડીએસ રુવાચંદ્રએ એએફપી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું, “અપરાધિક તપાસ શરૂ થઈ ગઈ છે.”

આ મહિનાની શરૂઆતમાં આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો, જ્યારે સ્થાનિક ટીવી ચેનલ સાથે વાતચીતમાં અલુથગામગે (જે-તે સમયે શ્રીલંકાના રમત મંત્રી હતા)એ કહ્યું કે, ભારત અને શ્રીલંકા વચ્ચે ૨૦૧૧ વિશ્વકપ ફાઈનલ ફિક્સ કરવામાં આવ્યું હતું. અલુથગામગેએ કહ્યું હતું, “આજે હું તમને જણાવી રહ્યો છું કે અમે ૨૦૧૧નું વિશ્વકપ વેચ્યું, મેં આ કહ્યું હતું જ્યારે હું રમતમંત્રી હતો.”

શ્રીલંકાથી સ્થાનિક રિપોર્ટનો હવાલો આપતાં એ પણ દાવો કર્યો હતો કે, શ્રીલંકાના પૂર્વ કૅપ્ટન અરવિંદ ડિસિલ્વા (૨૦૧૧ના ફાઇનલ માટે ટીમના મુખ્ય ચયનકર્તા હતા) ને મંગળવારે તપાસકર્તાઓ સાથેની મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા.

તાજેતરમાં જ ડિસિલ્વાએ આરોપોનું ખંડન કર્યું હતું અને એસએલસી, બીસીસીઆઇ અને આઇસીસી સાથે આ વિષયે કોઈપણ સંદેહને દૂર કરવાને મામલે તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે અસત્ય સાથે લોકોને દર વખતે દૂર થવા નથી દઈ શકીએ. હું બધાંને અનુરોધ કરું છું, આઇસીસી, બીસીસીઆઈ અને એસએલસી તરત આની તપાસ કરે.

૨૦૧૧ વિશ્વકપ ફાઈનલમાં શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગકારાએ ટાસ જીત્યા પછી બૅટિંગ કરવાની પસંદગી કરી. મહેલા જયવર્ધને શાનદાર શતક બનાવ્યું અને ભારતને ૨૭૫ રન્સનું ટારગેટ આપ્યું હતું. ગૌતમ ગંભીર (૯૭) અને ત્યાર બાદ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (૯૧) ના શાનદાર પ્રદર્શનને કારણે ભારત ટ્રાફી જીતવા માટે ૬ વિકેટથી જીત્યું હતું. ૧૯૮૩ બાદ ભારતે બીજીવાર વિશ્વકપ જીત્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.