સંજેલીના રણુજાધામ મંદિર તરફના મુખ્ય માર્ગના પર ગાબડા પડતાં હાલાકી
ગુજરાત એમપી રાજસ્થાન સહિતના ભક્તો અને આયુર્વેદિક સારવાર માટે લોકોની અવરજવર
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ : દાહોદ જિલ્લા સહિત સંજેલીનુ પ્રખ્યાત રણુજા ધામ મંદિર તરફના મુખ્ય માર્ગ તરફના ચીભોટા નાનીસંજેલી નદીના પલ પર મસમોટા ગાબડા પડી જતાં અવર જવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકી.સત્વરે વહીવટી તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવી માંગ છે.
સંજેલી થી રણુજા ધામ તરફના નદીના પુલ પર ઠેર ઠેર મસ મોટા ખાડા છતાં તંત્ર દ્વારા પુલ પર કોઈપણ કાળજી લેવામાં આવતી નથી.રણુજાધામ મંદિર ખાતે ગુજરાત એમપી. રાજસ્થાન સહિતના ભક્તો પૂજા અર્ચના તેમજ આયુર્વેદિક સારવાર લેવા માટે મોટા ભાગના લોકો વાહન લઈને અવર જવર કરતા હોય છે.ત્યારે બહારગામથી આવતા લોકોને પુલ પરના મોટા ખાડાઓ ન જોવાતા અવાર નવાર વાહનોને નાનું મોટું નુકસાન પણ થતું હોય છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થઇ છે
ત્યારે વધુ વરસાદ પડવાને કારણે નદી બે કાંઠે વહેતા પુલ પરથી પાણી પણ વહેતું હોય છે ત્યારે આ પલ પરથી વાહન નીકળતી સમયે આવા મસમોટા ઠેર ઠેર પડેલા ખાડામાં જો વાહન પડી જાય તો મોટી હોનારત સર્જાય તેમ છે. જેથી વહેલી તકે વહીવટી તંત્ર દ્વારા આ ખાડાનું સમાર કામ કરવામાં આવે તેવી મંદિરના ટ્રસ્ટી તેમજ આસપાસના રહીશોની માંગ ઉઠવા પામી છે .