ધનસુરા પોલીસે સ્વિફ્ટ ડીઝાયર કારમાંથી રૂ.૧,૨૭,૯૭૫ ના વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપ્યા

(દારૂ અને કાર સહીત રૂ.૫,૩૨,૯૭૫ નો મૂદ્દામાલ કબ્ઝે લીધો.)
(ધનસુરા પોલીસે અગાઉ પણ બે એક્ટીવા પર લઈ જવાતો દારૂ ઝડપ્યો હતો.)
અરવલ્લી જીલ્લાના ધનસુરા પોલીસે બુધવારના રોજ કીડી ગામની સીમમાંથી દારુની હેરાફેરી કરતા બે ઈસમોને રૂ.રૂ.૧,૨૭,૯૭૫ના વિદેશીદારૂ સહીત રૂ.૫,૩૨,૯૭૫ના મુદ્દામાલ સાથે બે ઇસમોણે ઝડપી પાડ્યા છે.
અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટીલ અને ના.પોલીસ વડા ભરત બસીયાની પ્રોહીબીશન વોચ સુચના અન્વયે ધનસુરા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ પી.ડી.રાઠોડ અને પોલીસ સ્ટાફના માણસો પ્રોહીબીશનના ગુન્હાઓ શોધવા પ્રોહીબીશન પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કીડી ગામની સીમમાં રસ્તા ઉપર એક સ્વીફ્ટ ગાડી આવતા ગાડીને રોકી ગાડીની પાછળની ડેકીમાં તપાસ કરતા પરપ્રાંતિય દારુ અને બિયરની ટીનની કુલ બોટલ નંગ.૫૯૮ કિંમત રૂ.૧,૨૭,૯૭૫ તથા સ્વીફ્ટ ગાડી નં.જી.જે.૦૯ એ.જી.૧૧૨૪ તથા મોબાઇલ નંગ.૧ કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ રૂ. રૂ.૫,૩૨,૯૭૫ના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે બે ઈસમો સુરેશ મહેન્દ્રસિંહ ઝાલા તથા રવિન્દ્ર નવલસિંહ ઝાલા બંને રહે.સવાપુર ,તા.તલોદ,જી.સા.કાંનાઓને ઝડપી પાડી
ધનસુરા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ.પી.ડી.રાઠોડે બંને વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ અગાઉ પણ ધનસુરા પોલીસે બે એક્ટીવા ઉપર લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપ્યો હતો ત્યારે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ઝડપાવવાનો સીલસીલો યથાવત રહેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.