થલાઈવાનો ગુસ્સાવાળો ફોટો વાયરલ

ચેન્નાઈ: દક્ષિણ ભારત ખાસ કરીને તમિલનાડુમાં અત્યારે જયરાજ અને ફેનિક્સનું પોલીસ કસ્ટડીમાં મોત ગરમા ગરમ મુદ્દો બનેલો છે. આ ઘટનામાં દોષી પોલીસ અધિકારીઓને સજા કરવાની માગ બળવત્તર બની છે. આ મુહિમમાં ઘણી સેલિબ્રિટીઓ પણ જાડાઈ છે. તેઓ આ મામલાને અમેરિકાના જાર્જ ફ્લોઈડ સાથે સરખાવી રહ્યા છે. તેથી દોષિતોને કડકમાં કડક સજા કરવાની પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.
હવે આ મામલે સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર અને થલાઈવા તરીકે જાણીતા રજનીકાંત પણ આવી ગયા છે. રજનીકાંતે આ અંગે પોલીસ અધિકારીઓ પર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે એક ટ્વીટ કરી છે. પરંતુ ટ્વીટ કરતાં તેમાં શેર કરવામાં આવેલો રજનીકાંતનો ફોટો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહ્યો છે. જામાં રજનીના ચહેરાના ભાવો અંગે ફેન્સ ચર્ચા કરી રહ્યા છે.
રજીકાંતે બુધવારે તમિલ ભાષામાં એક નોટ લખી ટ્વીટ કરી, જેમાં લખ્યું કે “આ મામલે તપાસ કરી રહેલા મેજિસ્ટ્રેટ સમક્ષ કેટલાક પોલીસ અધિકારીઓની વર્તણૂક વિષે જાણી મને બહુ આઘાત લાગ્યો છે. જ્યારે પોલીસની બર્બર કાર્યવાહી વિરુદ્ધ થઈ રહેલા દેખાવો અને નાગરિકોના અવાજ અંગે બધી ખબર છે. આ કેસમાં સંડોવાયેલા તમામ પોલીસવાળાને સજા થવી જાઈએ. કોઈને પણ છોડવા જાઈએ નહીં. કોઈ પણ ભોગે નહીં.” આ નેટની સાથે રજનીકાંતે જે તસવીર મૂકી છે, તેમાં તેમના ભાવો ચર્ચાનો વિષય બન્યા છે. ખરેખર તેમની ફિલ્મોમાં જાવા મળતા થલાઈવાના એક્સપ્રેશન આંખોમાં રોષ સ્પષ્ટ દેખાય છે.
ઘટના તમિલનાડુના સતનકુલમ પોલીસ મથકની છે. પોલીસ પર આરોપ છે કે પી. જયરાજ નામના શખસ અને તેના પુત્ર ફેનિક્સનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું. બંનેને લોકડાઉનનો ઉલ્લંઘન કરવા બદલ પુછપરછ માટે પોલીસ મથક બોલાવાયા હતા, પરંતુ ત્યાંથી તેઓ જીવતા પાછા ન ફર્યા. આરોપ છે કે પોલીસે પિતા-પુત્રને નિર્દયતાથી માર્યા હતા. જેને વીડિયો પણ વાયરલ થયા હતા. મૂઢ મારવાને કારણે ફેનિક્સનું કોવિલપટ્ટી હોસ્પિટલમાં ૨૨ જૂને મોત થઈ ગયું હતું.
જ્યારે જયરાજનું ૨૩ જૂને થયું હતું. આ ઘટનાના ન્યૂઝ વાયુવેગે ફેલાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તમિલ ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓ પણ ટ્વીટર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે અને પરિવારને ન્યાય અપાવવાની માગ કરી રહ્યા છે.