સામાજીક પ્રસંગોમાં ખર્ચા ઘટયાઃબેસણાની જગ્યાએ ફોન-વાટસઍપ પર સાંત્વના અપાય છે
કોરોનાથી સામાજીક ઢાંચામાં પરિવર્તન : બેસણાની જગ્યાએ ફોન-વાટસઍપ પર સાંત્વના અપાય છેઃ રૂબરૂ મુલાકાતો ઘટી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાના કારણે બે મહિના લોકડાઉન પછી અનલોક-૧ માં જનજીવન રાબેતા મુજબનું થઈ રહ્યુ છે. લોકો કામધંધાર્થે બહાર નીકળી રહ્યા છે તો અમુક નીતિનિયમોની મર્યાદા સાથે પ્રસંગો યોજવામાં આવી રહ્યા છે.
જ્યાં જરૂરી હોય ત્યાં મર્યાદિત સભ્યોની સંખ્યા સામે સરકારી ગાઈડલાઈન મુજબ સામાજીક પ્રસંગો યોજાઈ રહ્યા છે. જા કે કોરોનાએ જનજીવનની વ્યાખ્યા બદલી નાંખી છે.
લોકોમાં જાગૃતિ આવી ગઈ છે. ખાસ, તો મૃત્યુ પછી જે લોકિક વ્યવહાર રાખવામાં આવતા હતા તે બંધ થઈ રહ્યા છે. અખબારોમાં આવતી બેસણાની જાહરખબરોમાં વાંચવા મળે છે કે કોરોનાની પરિÂસ્થતિને જાતાં બેસણું રાખેલ નથી.
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો સમાજના રીત-રિવાજ મુજબ બેસણું રાખવામાં આવતું હોય છે. પરંતુ કોરોનાને કારણે લોકો મોબાઈલ-વાટસ-ઍપ પર શોકસંદેશો આપે છે.
બીજી તરફઅમુક સમાજામાં વ્યક્તિનું મૃત્યુ થાય તો લોકિક ક્રિયામાં મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ-ઓળખીતા-પાળખીતા આવતા હોય છે. પરંતુ કોરોનાને લીધે આ સમાજામાં જાગૃતિ આવે છે. અને હાલ પૂરતી મૃત્યુ પછીની લૌકિક ક્રિયા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
એવી જ રીતે લગ્નપ્રસંગો પણ મુલત્વી રાખવાની વિચારણા અમલમાં મુકી છે. સામાન્ય રીતે આપણે ત્યાં કહેવાય છે કે સારા પ્રસંગોમાં હાજરી ચુકી જવાય તો ચાલી શકે છે પરંતુ મૃત્યુ’માં ક્યાં તો સ્મશાન અગર તો બેસણામાં જવુ પડે છે.
પરંતુ કોરનાને કારણે આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. બધે નિયંત્રણો આવી ગયા છે. તો અમુક સમાજામાં જાગૃતિ આવી ગઈ છે.
કોરોનાએ સામાજીક પરિસ્થિતિમાં આમુલ પરિવર્તન લાવી દીધું છે. પ્રસંગોમાં સંખ્યા સીમિત થતાં લોકોના ખર્ચા બચી રહ્યા છે. જેને લોકો આવકારી રહ્યા છે. વૈભવી ખર્ચાઓની સીમિત સગાવહાલાઓ સાથે પ્રસંગ સંપન્ન થઈ જતો હોવાથી આ સ્થિતિને આર્થિક રીતે ફાયદાકારક મનાય છે.
હવે તો કેટલાંક નાગરીકો વિચારી રહ્યા છે કે કોરોનાની પરિસ્થિતિ લંબાશે તો મોટા પ્રસંગો ઓછા ખર્ચામાં પતી જશે. આમ, કોરોનાએ સામાજીક ઢાંચામાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે.