ગોમતીપુરમાં પત્નિ બે મહીનાથી રીસામણે જતાં પતિએ સાળાનું અપહરણ કર્યું
(પ્રતિનિધિ) અમદાવાદ: પત્નિ બે મહીનાથી રીસાઈ જતાં પતિ માતા પિતા સાથે સાસરે જઈ બબાલ કરતો હતો જાકે પત્નિ એકની બે ન થતાં પતિએ સાળાનું અપહરણ કર્યાની ઘટના બહાર આવી છે. આ અંગે ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરી છે. પાયલબેન પટણીના લગ્ન રવિભાઈ પટણી (સત્યદેવના છાપરા, રખિયાલ) સાથે થયા હતા. જાકે બંને વચ્ચે અણબનાવ થતાં પાયલબેન બે મહીનાથી પોતાના માતા પિતા સાથે રહેતા હતા જયાં આવીને પતિ તથા સાસુ સવિતાબેન સસરા નારણભાઈ ઝઘડો કરતા હતા અવારનવાર ઝઘડો કરવા છતાં પાયલબેન પતિ સાથે જતાં ન હતા.
દરમિયાન બુધવારે રાત્રે દસ વાગ્યે પાયલબેન નાનાઈ અવિનાશ સાથે રાયપુર મીલ સર્કલ પાસે ઉભા હતા ત્યારે ફરી પતિ, સાસુ તથા સસરા આવ્યા હતા જેમણે ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન પાયલબેનને રીક્ષામાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો દરમિયાન અવિનાશ વચ્ચે પડતાં પાયલબેન તથા અવિનાશ બંનેને રીક્ષામાં બેસાડી દીધા હતા
પરંતુ પાયલબેનને ધક્કો મારી રીક્ષાની બહાર ફેંકી અવિનાશનું અપહરણ કરી લઈ ગયા હતા. આ ઘટનાની જાણ પાયલબેને પરિવારને કરી હતી બાદમાં તમામ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પહોચ્યા હતા પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.