LAC વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહની લદ્દાખ પ્રવાસ સ્થગિત
નવી દિલ્હી, રક્ષામંત્રી રાજનાથ સિંહનો લદ્દાખ પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રક્ષામંત્રી રાજનાથ સિંહની લદ્દાખ મુલાકાતની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રક્ષામંત્રીની સાથે સેના પ્રમુખ નરવાણે પણ જવાના હતા. પરંતુ હાલ તેમનો આ પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે અને તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
ઉલ્લેખનિય છે કે, રક્ષામંત્રી રાજનાથસિંહ અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે શુક્રવારે લેહ-લદ્દાખ જઈ લાઈન ઓફ એક્ચ્યૂઅલ કંટ્રોલ પર સ્થિતિની સમિક્ષા કરવાના હતા. રક્ષામંત્રી સીધા જ સેનાની ૧૪મી કોર(ફાયર એન્ડ ફ્યૂરી)ના હેડક્વાટર પહોંચવાના હતા. અહીં લેહ કોર કમાન્ડર, લેફિ્ટનેંટ જનરલ હરિંદર સિંહ પૂર્વિય લદ્દાખ સાથે જોડાયેલી વાસ્તવિત નિયંત્રણ રેખા પર ચીન સાથે ચાલી રહેવા ઘર્ષણ પર એક પ્રેઝન્ટેશન દ્વારા સંપૂર્ણ જાણકારી આપવાના હતા. તેમજ ૩૦ જુને ચીની સૈન્ય કમાન્ડર સાથે થયેલી બેઠકમાં ડિસઈંગેજમેન્ટ અને ડી-એક્સલેશન માટે થયેલી સહમતિ પર પણ વાતચીત કરવાના હતા.