જે વિસ્તારોમાં કેસો વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરાશેઃડો.જ્યંતિ રવિ
રાજ્યમાં વધતા કેસોને લઈને પાનની દુકાનો બંધ થવાના સંકેત
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસો ઘટવાને બદલે વધી રહ્યા હોઈ સરકારે તેને લઈને ચિંતા સાથે દોડધામ વધારી દીધી છે. છેલ્લા કેટલાંક દિવસોથી કેસોમાં મોટાપાયે ઉછાળો બહાર આવી રહ્યો છે. ત્યારે હવે સરકાર તરફથી કોરોના નિયંત્રણ માટે કેટલાંક પગલાં લેવાની દિશામાં સરકાર વિચારી રહી છે. જેમાં આગામી સમયમાં પાન-મસાલાની દુકાનો ફરી બંધ થવાનો ઈશારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે.
એવામાં સુરતમાં વધતા જતાં કેસોને લઈ ત્યાંની મુલાકાત લીધી હતી. ત્યારે આજે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પાન-મસાલાની દુકાનો બંધ થવાને લઈને કેટલાંક સંકેતો આપ્યા હતા. આજે પાન-મસાલાના બંધાણી માટે મહ¥વના સમાચાર સામે આવ્યા છે.
રાજ્યમાં પાનમસાલાની દુકાનો ફરી બંધ થાય એવી શક્યતાઓ છે. સુરતમાં આરોગ્ય અગ્ર સચિવે સંકેત આપ્યા છે. તેમણે કહ્યુ હતુ કે જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું. જેને લઈને પાન-મસાલાના બંધાણીઓએ સ્ટોક કરવાનું શરૂ કર્યુ છે. અગાઉ જ્યંતિ રવિએ જણાવ્યુ હતુ કે હીરા ઉદ્યોગમાં બેસવાની વ્યવસ્થા અને રસ્તા પર થુંકવાની કુંટેવના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનું એક કારણ હોઈ શકે છે. વધુમાં તેમણે કહ્યુ કે, કોવિડ- કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર શરૂ થશે. કોવિડ આઈસોલેશન સેન્ટરને હોસ્પીટલ સાથે લીંક કરાશે. મેડીકલ, ડેન્ટલ અને પેરા મેડીકલની પરીક્ષા મોકૂ રખાઈ છે. પરીક્ષા મામલે ચોક્કસ ગાઈડલાઈન આવશે. વધુ કેસ આવશ ત્યાં લોકડાઉનનો અમલ કરાશે.