કેજરીવાલે ડો. અસીમ ગુપ્તાના ઘરે જઈ તેમની પત્નીને ૧ કરોડનો ચેક આપ્યો

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ દરમિયાન દર્દીઓ માટે ભગવાનનુ બીજુ રૂપ મનાતા ડોક્ટર્સ પોતાના જીવની પરવા કર્યા વિના આ મહામારી સામે જંગ લડી રહ્યા છે. આ જાનલેવા મહામારીથી રોગીઓને બચાવતા બચાવતા અત્યાર સુધી ઘણા ડોક્ટર્સ પોતાનુ જીવન કુરબાન કરી ચૂક્યા છે. દિલ્લી સ્થિત લોકનાયકના ચિકિત્સક દિવંગત ડો. અસીમ ગુપ્તા પણ તેમાંના એક છે. ડો. અસીમ ગુપ્તા કોરોના દર્દીનો ઈલાજ કરીને સંક્રમિત થઈ ગયા હતા અને થોડા દિવસ બાદ તે શહીદ થઈ ગયા.
આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડો. અસીમ ગુપ્તાના પરિવારની મુલાકાત કરી. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડો. અસીમ ગુપ્તાને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારને એક કરોડ રૂપિયાનો ચેક પણ આપ્યો જેનુ એલાન દિલ્લી સરકાર તરફથી કરવામાં આવ્યા હતા. સીએમ કેજરીવાલે ડો. અસીમ ગુપ્તાના દિલશાદ ગાર્ડન આવાસ પહોંચીને પરિવારજનો સાથે મુલાકાત કરી. ડો.અસીમની પત્ની નિરુપમા પણ એક ડાક્ટર છે અને તે પણ લોકનાયક હોસ્પિટલમાં કાર્યરત છે. આ ઘટના પર સીએમ કેજરીવાલે કહ્યુ, ડાક્ટર અસીમ ગુપ્તા કોવિડ દર્દીઓની સેવામાં તત્પર રહેતા હતા, તે પોતાની સેવા આપીને શહીદ થઈ ગયા. સીએમ કેજરીવાલે કહ્યુ કે દિવગંત ડોક્ટર અસીમના પરિવારનો પૂરો ખ્યાલ દિલ્લી સરકાર રાખશે. તેમને જે પણ સુવિધા જોઈએ તે સરકાર પૂરી પાડશે. આ પહેલા શુક્રવારની સવારે દિલ્લી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરી પણ દિવંગત ડોક્ટરના ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.