Western Times News

Gujarati News

દેવગઢ બારિયાના ભથવાડા ટોલનાકા પર પીકપ બોલેરોમાં ચોર ખાનામાં વૈભવી દારુનો જથ્થો લઇ જતા ત્રણને પકડ્યા

રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી મોટાપાયે વિદેશી દારૂની ચાલતી હેરાફેરી.

ભથવાડા ટોલનાકા ઉપર અવાર-નવાર વિદેશી દારૂ ઝડપાય છે.

બોલેરો પીકપમાં ચોર ખાનું બનાવી લઇ જવાતો વૈભવી વિદેશી દારૂ.

૧૫૦ બોટલ નંગ રૂ.૩,૦૨,૭૬૦/- મળી કુલ મુદ્દામાલ રૂ.૭,૧૦૨૬૦/- નો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા ઉપર પીકપ બોલેરોમાં ચોર ખાનું બનાવી ત્રણ લાખથી વધુનો વૈભવી વિદેશી દારુનો જથ્થો લઇ જતાં પોલીસે ત્રણને ઝડપી પાડયા.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારીયા તાલુકામાં  રાજસ્થાન, મધ્યપ્રદેશ માંથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થાય છે. તેમાં દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી પસાર થતી કેટલીક શંકાસ્પદ દારૂ ભરેલી ગાડીઓ ઝડપાઈ છે. ત્યારે તેમાં વિસ્કી, બિયરટીન જેવો દારૂ આનેકવાર પોલીસના હાથે ઝડપાયો છે.

જ્યારે ગત તા.૩/૭/૨૦૨૦ ના રોજ દેવગઢબારિયા પોલીસને બાતમી મળેલ કે એક સિલ્વર કલરની બોલેરો ચેમ્પર ગાડી નંબર જીજે૧૨-સીજી-૧૬૪૬ માં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલી પસાર થવાની માહિતી મળતા પોલીસે ભથવાડા ટોલનાકા ચેકિંગમાં હતા. ત્યારે બાતમી વાળી ગાડી આવતા તે ગાડી સાઇડમાં ઊભી રખાવી ચેક કરતા તેમ ત્રણ ઈસમો મળી આવેલ અને ગાડીમાં જોતા તેમાં એક ચોર ખાનું બનાવેલ મળી આવતા આ ચોર ખાનું ખોલીને જોતા તેમાં ભારતીય બનાવટની સેવાશ્રીગલ, ડબલ બ્લેક ,બ્લેક લેબલ સિગ્નેચર, રોયલ ચેલેન્જ જેવી વૈભવી વિદેશી દારૂની ૧૫૦ નંગ બોટલ રૂ.૩,૦૨,૭૬૦/- નો તેમજ બોલેરો ચેમ્પર ની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭,૧૦,૨૬૦/- નો દારૂ સહિત નો મુદ્દામાલ ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

ત્યારે આ વિદેશી દારૂ રાજસ્થાન થી ભરી ગોધરા તરફ જતો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે  સૌપ્રથમ પહેલીવાર  કહેવાય રહ્યું છે. ત્યારે આવો દારૂ ભરીને કેટલી ગાડીઓ પસાર થતી હશે જે ટોલનાકા સિવાય અન્ય રસ્તા ઉપર થી પસાર થતી હસે જેવી અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.