માસ્ક લગાવી પપ્પા સાથે મુંબઈના વરસાદની મજા લેવા નીકળ્યો તૈમૂર
મુંબઈ: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમૂર અલી ખાનની પોપ્યુલારિટી કોઈ સ્ટારથી ઓછી નથી. અવારનવાર તે પેરેન્ટ્સ સાથે મુંબઈના રસ્તા પર જાવા મળે છે. તાજેતરમાં જ તૈમુરની નવી તસવીરો સામે આવી છે. જેમાં તે પોતાના પાપા સૈફ સાથે ઘરની બહાર જાવા મળ્યો હતો. તૈમૂર માસ્કમાં અને પીળા રંગની હુડી સાથે ક્લિક થયો હતો.
વરસાદમાં ભલા કોને ભીંજાવું ન ગમે ? અને જા તેમાં પણ વાત હોય મુંબઈના વરસાદની તો મજા જ કંઈક અલગ હોય છે. બી-ટાઉનનો લાડલો તૈમૂર પણ વરસાદની મજા લેવા માટે ઘરની બહાર નીકળો હતો. તસવીરમાં જાઈ શકો છો કે, કેવી રીતે તૈમૂર પાપાનો હાથ પકડીને મુંબઈના રસ્તા પર વરસાદની મજા લઈ રહ્યો છે.
સૈફ અલી ખાન પાયજામા અને ટી શર્ટમાં જાવા મળ્યો હતો. જ્યારે તેણે મોં પર લાલ રંગનો રૂમાલ બાંધી રાખ્યો છે. તૈમૂરે ચહેરા પર માસ્ક લગાવ્યો છે અને પછી માથા પર હુડી પણ પહેરી છે. લોકડાઉન પછીથી દેશમાં અનલોક ૧ અને અનલોક ૨ લાગું કરવામાં આવ્યું છે. જેમાં થોડી છૂટછાટો પણ આપવામાં આવી છે. અનલોકની પ્રક્રિયા શરૂ થયા પછી તૈમૂર અનેકવાર પાપા સાથે ક્લિક થયો છે.
લોકડાઉન દરમિયાન દરેક બોલિવૂડ સેલેબ્સે ઘરમાં જ સમય પસાર કર્યો હતો. સૈફ અલી ખાન અને કરીના કપૂરની નવાબ ફેમિલી પણ ઘરમાં જ હતી. જાકે, હવે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખતા ફેમિલી સાંજે બહાર નીકળવાનું પસંદ કરી રહી છે.