Western Times News

Gujarati News

વાડજમાં ૧ર વર્ષની બાળાએ ગળેફાંસો ખાધો

અમરાઈવાડીમાં પણ આત્મહત્યાનો બનાવ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી આત્મહત્યાની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થઈ રહયો છે પોલીસતંત્ર પણ સજ્જ બનેલુ છે અને રિવરફ્રંટ સહિતના સ્થળો પર રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે આ પરિસ્થિતિ  વચ્ચે શહેરના વાડજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે માતા ખરીદી કરવા માટે ઘરની બહાર જતા તેની ૧ર વર્ષની પુત્રીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે આટલી નાની ઉંમરમાં બાળાએ આત્મહત્યા કરી લેતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનલોક-ર શરૂ થતાં જ આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે આ પરિસ્થિતિમાં  શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામદેવપીરના ટેકરા પર ગઈકાલે એક ચોંકાવનારી ઘટના ઘટી છે

રામાપીરના ટેકરા પર આવેલા પુરપીડિતનગર વિભાગ-ર માં દિનેશભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે દિનેશભાઈ નિત્યક્રમ મુજબ રોજગારી માટે ઘરની બહાર ગયા હતા આ દરમિયાનમાં ઘરે હાજર તેમની પત્નિ પણ જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા ઘરની બહાર ગઈ હતી આ સમયે ઘરમાં તેમની ૧ર વર્ષની દિકરી સપના એકલી હતી.

માતા ખરીદી કરી ઘરે પરત ફરી ત્યારે ઘરમાં ૧ર વર્ષની પુત્રી સપના લટકતી હાલતમાં જાઈ હતી જેથી તેણે બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તેને તાત્કાલિક નીચે ઉતારી હતી પરંતુ ગળેફાંસો ખાવાથી સપનાનું મૃત્યુ નીપજયું હતું આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં શોક છવાઈ ગયો હતો બીજીબાજુ ચોકાવનારી આ ઘટનાની તપાસ વાડજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતાં

૧ર વર્ષની બાળાએ કરેલી આત્મહત્યાની ઘટનાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધીકારીઓએ સ્થળની મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહયું છે. બીજીબાજુ સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે સૌ પ્રથમ શોકમગ્ન બની ગયેલા પરિવારજનોની પુછપરછ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત પાડોશીઓની પણ પુછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. આત્મહત્યાનો અન્ય એક બનાવ અમરાઈવાડી વિસ્તારમાં બન્યો છે શીતલનગરમાં રહેતા કિર્તી મકવાણાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અમરાઈવાડી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.