અમદાવાદના કાંકરિયામાં રાઇડ તુટી બે મોત- ૩૦થી વધુ ઘાયલ
અમદાવાદ શહેરના કાંકરિયામાં સ્થિત બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તુટી પડતા આજે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતકો અને ઘાયલોની યાદી નીચે મુજબ છે.
મૃતકની યાદી
• મનાલી વી. રજવાડી (ઉં.વ.૨૪) • મોહમ્મદ જાહીદ મોમીન (ઉં.વ. ૨૨)
ઇજાગ્રસ્તોની યાદી
• કંજીલાબાનુ (ઉં.વ. ૧૬) • રાકેશભાઈ (ઉં.વ. ૨૬) • વિશાલભાઈ કદમ (ઉં.વ. ૨૭) • Âટ્વન્કલબેન (ઉં.વ. ૨૬) • સંદિપભાઈ (ઉં.વ. ૨૫) • લક્ષ્મીદેવી (ઉં.વ. ૨૨) • નિશાબેન (ઉં.વ. ૨૪) • રાકેશ પાટીલ (ઉં.વ. ૨૫) • બુસુરાબાનુ (ઉં.વ. ૧૬) • તૈયબા સૈયદ (ઉં.વ. ૧૮) • શીફા સંઘવી (ઉં.વ. ૧૭) • જાગૃતિ (ઉં.વ. ૨૦) • આશીષભાઈ (ઉં.વ. ૨૨) • બીજલબેન (ઉં.વ. ૨૩) • સોમીનભાઈ (ઉં.વ. ૨૭) • યુસુફભાઈ (ઉં.વ. ૨૪) • હરીશભાઈ (ઉં.વ. ૨૯) • હીનાબેન (ઉં.વ. ૨૧) • સાગરભાઈ (ઉં.વ. ૨૭) • અંકિતભાઈ (ઉં.વ. ૨૬) • મોહસીન ખાન (ઉં.વ. ૧૯)
અમદાવાદ, અમદાવાદ શહેરના કાંકરિયામાં સ્થિત એડવેન્ચર પાર્ક ડિસ્કવરી નામની રાઇડ તુટી પડતા આજે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. સરકાર પણ હચમચી ઉઠી હતી. કોર્પોરેશનમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. રાઇડ તુટી પડવાની ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને ૨૯થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટાભાગે મહિલાઓ અને યુવાનો સામેલ છે. ગૌરીવ્રત હોવાના પરિણામ સ્વરુપે ભારે ભીડ જામી હતી. સાથે સાથે રવિવાર હોવાના લીધે પણ વધારે ભીડ જામી હતી. સંચાલકોની જાળવણીમાં બેદરકારી સ્પષ્ટપણે સપાટી પર આવી છે. રાઇડ તુટી પડવાની ઘટના અંગે માહિતી મળતાની સાથે જ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને તરત જ નજીકની હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને એલજી હોÂસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર પણ જણાવવામાં આવી છે.
બનાવની જાણ થતાં શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઘટનાની નોંધ લીધી હતી અને પરિÂસ્થતિ અંગે માહિતી મેળવી હતી. બીજી બાજુ બનાવ બન્યા બાદ રાઇડના સંચાલક ઘનશ્યામ પટેલ સહિત ચાર લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. ઘાયલ થયેલા લોકો અને મૃતકોની ઓળખ પણ કરી લેવામાં આવી છે. રાઇડ તુટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલામાં સીટીએમ હિરાબાગ ખાતે રહેતી ૨૪ વર્ષીય મનાલી રજવાડીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દાણીલીમડા Âક્લફ્ટન ટાવરમાં રહેતા ૨૨ વર્ષીય મોહમ્મદ જાહીદ મોમીનનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોમાં મોટાભાગના યુવાનોની વય ૧૬ વર્ષથી લઇને ૩૦ વર્ષ સુધીની આંકવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર બિજલબેન પટેલે રાઇડ તુટી પડવાના મામલામાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, સમગ્ર ઘટનામાં તપાસના આદેશ કરવામાં આવ્યા છે પરંતુ આ ઘટનાને લઇને વિરોધ પક્ષો રાજકારણ રમવું જાઇએ નહીં. કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, સંચાલકો સામે ક્રિમિનલ બેદરકારી હેઠળ કેસ નોંધીને તપાસ કરવી જાઇએ. પીડિતોને વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રાઇડ પડતા આ સંદર્ભમાં નુકસાન પણ થયું હતું. ઘટનાના પગલે કાંકરિયામાં લોકોના પ્રવેશને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યું હતું. આ રાઇડ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. વિજય નહેરાએ કહ્યું છે કે, પોલીસે સંચાલકોની સામે કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.
આ દુર્ઘટનામાં રાઇડનો બેઝ પણ બેસી ગયો છે. ફાયર બ્રિગેડના અધિકારીઓના કહેવા મુજબ આ રાઇડ ૬૫ ફૂટ ઉંચી હતી જે બંને તરફ ૩૦ ફુટ ઉંચી ઝુલતી હતી. રાઇડનો વચ્ચેનો જાઇન્ટનો ભાગ તુટી ગયો છે. હાલમાં જ અમદાવાદ રિવરફ્રન્ટમાં એક રાઇડ ૫૦ ફૂટ ઉંચે અટકી પડી હતી. જા કે, આ રાઇડમાં બેઠેલા બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરના નારોલ સર્કલ પાસે અગાઉ આનંદ મેળામાં ચાંદતારે નામની રાઇડ તુટી પડતા તેમાં પણ બે લોકોના મોત થઇ ગયા હતા. મૃતકોને લઇને માહિતી વિરોધાભાષિ મળી રહી છે. કેટલાક અહેવાલમાં મૃતકોની સંખ્યા ત્રણ દર્શાવવામાં આવી છે. રવિવારના દિવસે પાર્કમાં લોકોની સંખ્યા હંમેશા વધારે રહે છે.
હાલમાં રાહત કામગીરી વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. રાઇડ તુટી પડવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને એલજી હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં ખબર અંતર પુછવા માટે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ દોડી ગયા હતા. અનેક ઘાયલ લોકોને મળ્યા હતા. તેમની સાથે અન્ય અધિકારીઓ પણ રહ્યા હતા. પ્રાથમિક તપાસ ચાલી રહી છે. તપાસ કરવામાં આવ્યા બાદ રાઇડ તુટી પડવાની ઘટના અંગે માહિતી મળી શકશે. જા કે, હાલમાં આ અંગે કોઇપણ વાત કરવાનો વહીવટીતંત્ર દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે.