Western Times News

Gujarati News

રાષ્ટ્ર સેવા કરવી જ ભાજપ કાર્યકર્તાઓનો સૌથી મોટો ધર્મ છેઃ વડાપ્રધાન મોદી

નવીદિલ્હી: ભાજપ તરફથી આજે સેવા જ સંગઠન નામથી વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ ઉપરાંત કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નિતિ ગડકરી સહિત તમામ વરિષ્ઠ નેતા પણ હાજર રહ્યા. કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમનુ આયોજન ઓનલાઈન કરવામાં આવ્યુ.

મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર  સેવા કરવી જ ભાજપ કાર્યકર્તાઓનો સૌથી મોટો ધર્મ છે, તેમને આ રસ્તે ચાલવાનુ છે. પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે દુનિયામાં બધા પોતાને બચાવવામાં લાગેલા હોય, તમે બધાએ પોતાની ચિંતા છોડીને ખુદને ગરીબો, જ\રિયાતમંદોની સેવામાં સમર્પિત કરી દીધા છે.

આ સેવાનુ બહુ મોટુ ઉદાહરણ છે. ભાજપના સેવા કાર્યક્રમોની આટલી મોટી વ્યાપકતા, આટલી મોટી વિવિધતા, આટલા મોટા સ્કેલ પર, આટલા લાંબા સમય સુધી સેવા મને લાગે છે કે આ માનવ ઈતિહાસનુ સૌથી મોટો સેવા યજ્ઞ છે. કોરોનાની લડાઈમાં આ સેવા યજ્ઞએ બહુ મોટી તાકાત આપી છે. એક રાજકીય દળ સ્વ\પે તમે જે કામ કર્યુ તેના માટે તમને સૌને અભિનંદન. સમાજના અન્ય સંગઠનોએ પણ સારુ કામ કર્યુ છે, તે પણ અભિનંદનના અધિકારી છે.

જનસંઘ અને ભાજપના જન્મનો મૂળ ઉદ્‌દેશ્ય એ જ હતો કે આપણો દેશ સુખી કેવી રીતે બને, સમૃદ્‌ધ કેવી રીતે બને. આ મૂળ પ્રેરણાનો સાથ, ભારતીયતાની પ્રેરણા સાથે, સેવાની ભાવના સાથે આપણે રાજનીતિમાં આવ્યા.  વડાપ્રધાને કહ્યું કે આપણે લોકોએ રાજનીતિમાં સત્તાને સેવાનુ માધ્યમ માન્યુ. આપણે ક્યારેય સત્તાને આપણા લાભનુ માધ્યમ નથી માન્યુ. નિસ્વાર્થ સેવા જ આપણો સંકલ્પ રહ્યો છે, આપણા સંસ્કાર રહ્યા છે. જેમની આપણે સેવા કરીએ છીએ, તેમનુ સુખ જ આપણો સંતોષ છે.

આ ભાવનાથી ગરીબો પ્રત્યે, આ સમભાવ અને મનભાવથી આપણા કાર્યકર્તાઓએ આટલા મુશ્કેલ સમયમાં સેવા જ સંગઠનનુ આટલુ મોટુ અભિયાન ચલાવ્યુ. દુનિયાની નજરોમાં તમે કોરોના કાળમાં કામ કરી રહ્યા હતા, પરંતુ હું મારી વાત કરુ તો તમે ખુદને કસોટી પર કસી રહ્યા હતા.

તમે તમારા આદર્શો વચ્ચે ખુદને તપાવી રહ્યા હતા. જે પાર્ટીના આટલા સાંસદ હોય, હજારો ધારાસભ્યો હોય, તેમછતાં પણ તે પાર્ટી અને તેના કાર્યકર્તા સેવાને પ્રાથમિકતા આપે, સેવાને જ પોતાનો જીવન મંત્ર માને, ભાજપના કાર્યકર્તા હોવાના નાતે મને ખૂબ જ ગર્વ થાય છે કે આપણે એવા સંગઠનના સભ્ય છે. આપણા માટે આપણુ સંગઠન ચૂંટણી જીતવાનુ માત્ર મશીન નથી.

તેમણે કર્યું હતું કે આપણા માટે આપણુ સંગઠનનો અર્થ છે સેવા. આપણા માટે આપણા સંગઠનનો અર્થ છે સૌનો વિકાસ સૌની સમૃદિ્‌ધ. આપણુ સંગઠન સમાજના હિત માટે કામ કરનારુ છે. આપણા સમાજમાં બીજા માટે કંઈ કરવાની, સેવા ભાવની બહુ મોટી તાકાત છે. આપણે સમાજની આ તાકાતને પૂજવાનો કોઈ અવસર છોડવો ન જોઈએ. તમને સંતોષ હોવો જોઈએ કે સમાજે આપણે સૌને આ કામ માટે પસંદ કર્યા છે.

સેવા કરવા માટે ઈશ્વરે આપણે રસ્તો બતાવ્યો છે. ભાજપના દરેક કાર્યકર્તાએ પોતાની સાથે સાત શક્તિ  લઈને આગળ વધવુ જોઈએ. ૧. સેવાભાવ. ૨. સંતુલન. ૩. સંયમ ૪. સમન્વય. ૫. સકારાત્મકતા ૬. સદભાવના. ૭. સંવાદ. કોરોનાની આ લડાઈમાં ભરપૂર રીતે આનો પ્રભાવ દેખાયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.