અષાઢી પૂનમે ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભક્તો ઉમટ્યા
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, : ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પુનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવાય છે. ધાર્મિક અને આધ્યાત્મિક લોકો ગુરુને ભગવાન પછી બીજુ સ્થાન આપે છે. ગુરુ વિના જ્ઞાન નહિ.ગુરુ જીવન જીવવાનો સાચો રાહ બતાવે છે.જે લોકોએ ગુરુ બનાવ્યા હોય તે ગુરુના આશીર્વાદ લઇ યથાશક્તિ દાન અર્પણ કરતા હોય છે.
જેમણે ગુરુ ન બનાવ્યા હોય તે લોકો પણ પોતાના માનીતા મંદિરે દર્શન કરવા જાય છે. આજના ગુરુપૂર્ણિમાના અવસરે ખેડબ્રહ્મા અંબિકા મંદિરે લોકોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી. ત્રણેક મહિના મંદિરો બંધ હોય લોકો હવે મંદિરે જવા લાગ્યા છે. કોરોના સંક્રમણના કારણે ખેડબ્રહ્મા અંબિકા મંદિર વધુ બંદોબસ્ત મુકી પુરુષો અને સ્ત્રીઓની અલગ લાઈનો કરી ટોળેટોળા ના બદલે કતારમાં દર્શન કરાવ્યા હતા. અને તમામ લોકોને હાથ સેનેટાઈજ કરી પછીજ મંદિરમાં દાખલ કરાયા હતા.*