માણાવદર ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિરે સાદાઇથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

માણાવદર:આ વર્ષે કોરોના વાયરસને લઇને સાદગી પૂર્ણ રીતે માણાવદરના સુપ્રસિધ્ધ ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી ગુરુ પૂજન, રધુવીરદાસબાપુના પાદુકા પૂજન, સમાધીનું પુજન અર્ચન કરી ઉજવણી કરવામાં આવી.
અંધકારમાંથી જે બહાર લાવે તે ગુરુ જીવ સાથે શિવનું એકાકીકરણ કરાવે તે ગુરુ વિષ પી અમૃતનું પાન કરાવી અમરત્વ પ્રદાન કરાવે તે જ સાચા ગુરુ ધ્યાન કરવા યોગ્ય ગુરુજીના ચરણકમળ છે અને મનન કરવા યોગ્ય ગુરુજીનું વાકય છે અને મુક્તિનો હેતું ગુરુ કૃપા છે આજે ગુરુપૂર્ણિમા ના દિવસે માણાવદર વાસીઓએ જેમને ખરા હદયથી પોતાના હદયસ્થાને બેસાડયા છે
એવા બ્રાહ્મલીન ૧૦૮ રધુવીરદાસબાપુની આરસની પ્રતિમાનું સરકારની ગાઇડ લાઇન મુજબ મોંઢે માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સ જાળવીને પૂજન કરવામાં આવ્યું હતુ આખા ગુજરાત માં માણાવદરનું ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર એવું છે કે જ્યા બે બે પોઠીયા સાથે શિવજીની પૂજા થાય છે આ મંદિરની સ્થાપના રધુવીરદાસબાપુ એ કરેલ છે તેમ મંદિરના ટ્રસ્ટી મનિષ ખખ્ખરે જણાવ્યું હતુ.