મહિલા ગોલ્ફરના બોયફ્રેન્ડે ન્યૂડ ફોટોગ્રાફ્સ લિક કર્યા
રોતા-રોતા બોલી, મને ક્યાંયની ના રાખી
ન્યૂયોર્ક, હંમેશા પ્રેમમાં કેટલાક લોકો બધુ જ ભૂલી એવી ભૂલ કરી બેસે છે કે, જેનો તેમને જિંદગી પર પછતાવો રહે છે. કઈંક આવો જ પછતાવો અમેરિકાની પ્રોફેશનલ ગોલ્ફર પેજ સ્પિરનાકને પણ થયો છે. પેજ સ્પિરનાકે એક એવી ભૂલ કરી દીધી હતી કે, ત્યારબાદ તેનું જીવવું દુર્ભર થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રોફેશનલ ગોલ્ફર પેજ સ્પિરનાકની એક ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, ત્યારબાદ તેણે અનેક ખરાબ મેસેજ મળવાના શરૂ થઈ ગયા. પેજ સ્પિરનાકે ખૂલાસો કર્યો કે, તેનો આ ફોટો તેના એક્સ બોયફ્રેન્ડે લીક કર્યો હતો.
પેજ સ્પિરનાકે જણાવ્યું કે, તેણે આ ફોટો પોતાના બોયફ્રેન્ડને મોકલ્યો હતો. પરંતુ, બ્રેકઅપ બાદ તેણે તેનો ન્યૂડ ફોટો પોતાના મિત્રોને મોકલી દીધો અને ત્યારબાદ તે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. સ્પિરનાકે જણાવ્યું કે, તેણે જ્યારે પોતાનો ન્યૂડ ફોટો લીક કરવા વિશે પોતાના એક્સ બોયફ્રેન્ડને પુછ્યું તો. તેણે તેને ગાળો આપી અને કહ્યું કે, તુ આની જ હકદાર હતી. સ્પિરનાકે કહ્યું કે, એક્સ બોયફ્રેન્ડને આવું કરવા પર પણ કોઈ પછતાવો નથી.