મોટેરા સ્ટેડિયમમાં ૧,૧૦,૦૦૦ દર્શકો બેસી શકે છે, આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે
અમદાવાદ: સચિવ જય શાહે રવિવારે નવા મોટેરા સ્ટેડિયમમો ફોટો શેર કર્યો હતો. જેનું આધિકારિક નામ સરદાર વલ્લભભાઇ પટેલ મોટેરા સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમના પુનઃનિર્માણનું કામ ફેબ્રુઆરી-૨૦૨૦માં પુરું થયું હતું અને આ સ્ટેડિયમમાં ૨૪ ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જય શાહે સ્ટેડિયમના ફોટા સાથે ટ્વીટ કરતા લખ્યું કે, ‘ભવ્ય મોટેરા, સરદાર પટેલ સ્ટેડિયમ.’ આ સ્ટેડિયમમાં ૧,૧૦,૦૦૦ દર્શકો બેસી શકે છે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ નવનિર્મિત સ્ટેડિયમની કેટલીય ખાસ વિશેષતાઓ છે. ૨૦૧૫માં આ જૂના સ્ટેડિયમને પુરી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યું હતું, જેથી ફરીથી વધુ સુવિધાઓની સાથે બનાવી શકાય.
જૂના મોટેરા સ્ટેડિયમમાં લગભગ ૫૩ હજાર લોકોને બેસવાની જગ્યા હતી. જ્યારે આ નવા સ્ટેડિયમમાં લગભગ ૧ લાખ ૧૦ હજાર લોકો એકસાથે મેચનો આનંદ ઉઠાવી શકે છે.આ સ્ટેડિયમમાં ૪ ડ્રેસિંગ રુમ ઉપરાંત ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. જેની સાથે જ આ સ્ટેડિયમ ૬૩ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં ૪ હજાર કાર અને ૧૦ હજાર ટુ- વ્હીલરની પાર્કિંગની વ્યવસ્થા છે. મોટેરા ઉપરાંત ભારતમાં વધુ એક વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે. આ સ્ટેડિયમ રાજસ્થાનના જયપુરમાં બનશે.આ સમયે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) છે, જેની ક્ષમતા લગભગ ૧ લાખ ૧૦ હજાર દર્શકોની છે.