ગળતેશ્વર તાલુકાના મેનપુરા ખાતેની શારદા મંદિર સ્કુલમાં બ્લડકેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકના મેનપુરા ખાતે આવેલ શારદા મંદિર હાઈસ્કૂલમાં બાલાસિનોર લાયન્સ ક્લબના સહયોગથી ગળતેશ્વર તાલુકાના યુવાનો દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામ નદીમ મલેક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ૪૦ બોટલ બ્લડની નડિયાદ રેડક્રોસને અર્પણ કરી હતી. ત્યારે જોવા જઈએ તો રક્તનું દાન કરવુ ઘણું ફાયદાકારક છે. તેનાથી શરીરમાં નવું લોહી બને છે. શરીર સ્વસ્થ રહે છે. શરીરમાં જામેલી બિન જરૂરી ચરબીનું પ્રમાણ ઘટાડે છે.
હૃદયના હુમલાને રોકે છે.અને સૌથી મહત્વનું કે કોઇનો જીવ બચાવવા ઉપયોગમાં લેવામાં આવશે. બીજી તરફ આજની ભાગમભાગની જિંદગીમાં વારંવાર અકસ્માતો અને જીવલેણ રોગોના સમાચાર વાંચવા મળે છે.ત્યારે લોહીની કમીના કારણે અચાનક લોહી ચઢવવાની જરૂર પડે છે. રક્તદાનને મહાદન કહેવામાં આવે છે. કેમકે આજના ફાસ્ટ યુગમાં ડગલેને પડલે અકસ્માતો થાય છે. જેમાં ઘણા પીડિતોના લોહી વહી જવાથી તેઓને લોહી ચઢાવવાની જરૂર પડે છે.તેવા સમયે આ લોહી સરળતાથી તેઓને ઉપલબ્ધ કરાવી શકાય છે.