માણાવદર તાલુકામાં 8 થી 12 ઇંચ ભારે વરસાદ રસાલા ડેમ ઓવરફલો
બાંટવા ખારાડેમના છ દરવાજા ખોલાયા
*(જીજ્ઞેશ પટેલ દ્વારા )* માણાવદર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર 8 થી 12 ઇંચ સુધી ભારે વરસાદ થી સમગ્ર પંથકમાં જળબંબાકાર થઇ ગયા છે એકધારા વરસાદ થી ગ્રામ્ય માં ખેતરો , વોંકળા બે કાંઠે વહી રહયા છે શહેરનો રસાલા ડેમ ઓવરફલો થયો છે તો બાંટવા ડેમમાં સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નો પાણી નો જથ્થો ઠલવાતા વહેલી સવારે ચાર વાગ્યે ખારાડેમના છ દરવાજા બે ફૂટ થી વધુ ખોલવા પડયા છે જે પાંચ કલાક થી દરવાજા ખુલા છે તેટલો જંગી જથ્થો પાણી છોડવું પડયું છે તે પાણી છોડવાથી કોડવાવ , એકલેરા સહિત પાંચ ગામોનો રસ્તો પૂર ફરી વળતા રસ્તો હજી બંધ છે અને ગામ વિખુટા પડયા છે
તેવીજ રીતે બુરી જીલાણામાં નવ ઇંચ વરસાદ પડતા તેમા રસ્તા ઉપર પાણી ફરી વળતા વિખુટા પડયા છે પાજોદ તરફ 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર થયા છે કોડવાવ માં દશ , ગળવાવ મટીયાણા આઠ માણાવદર આઠ ઇંચ વરસાદ પડ્યો છે ઠેર ઠેર વોંકળા નદીમાં ધોડાપુર વહી રહયા છે