નડિયાદના વોર્ડ નં ૪ ની ભોજા તલાવડીની ટુટેલી રેલીંગ જોખમકારક
નડિયાદના ભોજા તલાવડી રોડ પર આવેલી ભોજા તલાવડી માં બે મહિના અગાઉ ભોજા તલાવડી ને તંત્ર દ્વારા ઉંડુ કરવામાં આવ્યું હતું જેને લઇને ભોજા તલાવડી રોડ પર આવેલા ફુટપાટ ની બાજુ ની રેલીંગ તોડીને ત્યાંથી રસ્તો બનાવવામાં આવ્યો હતો જેથી માટી ખોદકામ કરીને અંદરથી ટ્રકો માટી ભરીને બહાર જતા હતા
પરંતુ આ કામ પૂર્ણ થયે ઘણો સમય થઈ ગયો હોવા છતાં તે રેલિંગ ટુટલી મુકીને ને જતા રહયા છે જો આ રસ્તે કોઈ બાઈકસવાર ચોમાસામાં સ્લીપ ખાય તો સીધો તલાવડી માં જાય તેમ છે જેથી વોર્ડ નંબર ૪ ના રહીશોની માગણી છે કે જો રેલિંગ ફરીથી નહી લગાવવામાં આવે તો કોઈ અકસ્માત બને તેમ છે જેથી આ વિસ્તારના રહીશોની તંત્રને માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રેલિંગ નાખવામાં આવે તેવું આ વિસ્તાર ના રહીશો જણાવી રહ્યા હતા ..