ગુજરાતના ડોન અબ્દુલ લતીફના મોટા પુત્ર મુસ્તાકનું નિધન
અમદાવાદ, ગુજરાતના ભૂતપૂર્વ ડોન અબ્દુલ લતીફના પુત્ર મુસ્તાકનું સોમવારના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા મુસ્તાક શેખના અચાનક નિધનથી પરિવાર સહિત વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. આ બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે, સોમવારે વહેલી સવારે લતીફના પુત્ર મુસ્તાકને અચાનક છાતીમાં દુખાવો થયો હતો તો તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે સારવાર મળે તે પહેલા તેમનું નિધન થયું હતું. તમને જણાવી દઇએ, ડોન લતીફના બે પુત્રો છે. જેમાં સૌથી મોટા પુત્રનું નિધન થયું છે. સાંજે દફનવિધિ કરવામાં આવશે.