મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા હોમ આઇસોલેટ દર્દીઓ માટે “કોરોના ઘર સેવા” શરૂ કરવામાં આવી
અમદાવાદ, અમદાવાદમાં કોરોનાના વ્યાપને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ધન્વંતરિ રથ, ૧૦૪ સેવા,ડોકટર મિત્ર જેવા વિવિધ પગલા લેવામાં આવી રહયા છે. હવે, હોમ અસીસોલેશનના દર્દીઓ માટે “કોરોના ઘર સેવા -સંજીવની સેવા” શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવે છે. આ દર્દીઓને ઘરે સારી સારવાર મળી રહે તે માટે “કોરોના ઘર સેવા” યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દર્દીના ઘરે જઈને તેની નિયમિત તપાસ કરવામાં આવશે. જેના માટે ૭૫ ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમ પાસે ઓક્સીમીટર ,બ્લડપ્રેશર મશીન, થર્મોમીટર, વિટામીન સી અને ડી જેવી દવાઓ ઉપલબ્ધ રહેશે.દરેક ૧૦ ટીમ ઉપર એક નિષ્ણાંત તબીબ રહેશે.જે ટીમ રિપોર્ટના આધારે દર્દીની આરોગ્ય વિષયક ચકાસણી કરશે.