સેટેલાઈટના જોધપુરમાં ઝુંપડા તોડવાની કામગીરી કરી રસ્તો ખુલ્લો કર્યો
કોમ્પલેક્ષોમાં પાર્કિગની જગ્યા ખુલ્લી કરવાના બદલે ઝુંપડા તોડવાની કોર્પોરેશનની કામગીરીથી નાગરિકોમાં રોષ – વહેલી સવારથી જ સશ† બંદોબસ્ત વચ્ચે ૬૦થી વધુ ઝુંપડા તોડવાની કામગીરીના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા – ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા – રસ્તો બનાવવા માટે ઝુંપડા હટાવવાની કામગીરી શરૂ.
(પ્રતિનિધિ) અમદાવાદ,
સુરતમાં આગની ઘટના બાદ સફાળા જાગેલા સ્થાનિક પ્રશાસન તંત્રો દ્વારા ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે ખાસ કરીને શાળા-કોલેજામાં ધાબા ઉપર બનાવવામાં આવેલા શેડ સહિતના બાંધકામો દુર કરવામાં આવી રહયા છે આ પરિÂસ્થતિ વચ્ચે અમદાવાદ મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા આજે સવારે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગરમાં ટીપીનો અમલ કરવા માટે ગેરકાયદેસર બંધાયેલા મોટી માત્રામાં ઝુંપડા હટાવવાની કામગીરી શરૂ કરાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો કોર્પોરેશન તંત્ર દ્વારા આ તમામ ઝુંપડાવાસીઓને નોટિસો પાઠવી દીધી હતી અને આજે સવારે સશ† બંદોબસ્ત સાથે મ્યુનિ. અધિકારીઓએ આ કામગીરી શરૂ કરી રસ્તા માટેનો વિસ્તાર ખુલ્લો કરવાની કામગીરી કરતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા જાકે પોલીસે ઝુંપડપટ્ટીની આસપાસનો વિસ્તાર કોર્ડન કરી કોઈને પ્રવેશવા દેવામાં આવતા ન હતાં.
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટેલો છે ખાસ કરીને શોપીંગ સેન્ટરોમાં બીયુ પરમીશન લીધા બાદ પા‹કગની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવે છે અનેક કોમ્પલેક્ષોમાં આવુ ગેરકાયદેસર બાંધકામ થયેલુ છે જેના પગલે ભારે ઉહાપોહ મચેલો છે આવા બાંધકામોના કારણે શહેરમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે આ ઉપરાંત પા‹કગની જગ્યામાં બાંધકામ થઈ જવાથી મોટી દુર્ઘટના સર્જાવાની પણ હંમેશા દહેશત સેવાતી હોય છે
તેમ છતાં કોર્પોરેશન તંત્ર દ્વારા આવા કોમ્પલેક્ષોમાં પા‹કગની જગ્યા ખુલ્લી કરવાની કામગીરી હજુ સુધી અસરકારક રીતે કરવામાં આવી નથી જેના પરિણામે કોર્પોરેશનની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. સુરતની ઘટના બાદ અમદાવાદ શહેરમાં શાળા-કોલેજામાં ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે એસ્ટેટ અને ફાયરબ્રિગેડની ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. જાકે મ્યુનિ. કોર્પો.ની બેધારીનીતિના કારણે આ તમામ કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે. ગેરકાયદેસર બાંધકામો હટાવવાના બદલે શાળા-કોલેજામાંથી શેડ દુર કરવાની કામગીરી કરીને કોર્પોરેશનનું તંત્ર સંતોષ વ્યકત કરી રહયું છે.
આ પરિસ્થિતિમાં આજે અમદાવાદ મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા એક ચોંકાવનારી કામગીરી કરવામાં આવી છે. એક બાજુ બિલ્ડરોને છુટો દોર મળ્યો છે ત્યારે બીજીબાજુ ઝુંપડાવાસીઓને બેઘર કરવામાં આવી રહયા છે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા રામદેવનગર ચાર રસ્તા પાસે જાગેશ્વરી પાર્ક સોસાયટીની પાછળના ભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક ઝુંપડા બંધાયેલા છે. મોટી સંખ્યામાં બંધાયેલા આ ઝુંપડામાં સંખ્યાબંધ પરિવારો વસવાટ કરી રહયા છે દરમિયાનમાં ટીપી સ્કીમના અમલ મુજબ આ વિસ્તારમાંથી રસ્તો પસાર થતો હોવાના કારણે ઝુંપડાવાસીઓને ઝુંપડા તોડવાના હોવાથી ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી જેના પરિણામે ઝુંપડાવાસીઓ ચિંતામાં મુકાયા હતા. જાકે વૈકÂલ્પક જગ્યાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પો.ના એસ્ટેટ વિભાગ દ્વારા ગઈકાલ સાંજથી જ આ ઝુંપડા તોડવા માટે કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો જેના પગલે આજે સવારથી જ મ્યુનિ. કચેરીમાં ભારે ધમધમાટ જાવા મળતો હતો. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના પોલીસ કમિશ્નર સાથે પણ બેઠક કરવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્તની માંગણી કરાઈ હતી આ બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશ્નરે ડીમોલીશનની કામગીરી દરમિયાન પુરતો બંદોબસ્ત ફાળવવાની ખાતરી આપી હતી.
આજે વહેલી સવારથી જ મ્યુનિ. કોર્પો.ના એસ્ટેટ વિભાગના અધિકારીઓ જરૂરી સાધન સામગ્રી સાથે સ્થળ પર પહોંચી ગયા હતા બીજીબાજુ આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ કમિશ્નર દ્વારા એસ.પી., ડીસીપી, ઝોન-૧ એસીપી, ૩ પીઆઈ તથા સશ† જવાનો સહિત કુલ ૧પ૦ જેટલા કોન્સ્ટેબલોને ફાળવ્યા હતાં જેના પરિણામે આ સમગ્ર બંદોબસ્તનો સ્ટાફ પણ સવારે રામદેવનગર પહોચી ગયો હતો. ડીમોલીશનની કામગીરી શરૂ થતાં જ પ્રારંભમાં