Western Times News

Gujarati News

નકલી પોલીસ કલીયરન્સ સર્ટિફીકેટનું કૌભાંડ !

અમદાવાદ: શહેરમાંથી હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશ ભણવા તથા સેટલ થવા માટે જાય છે વિદેશ તરફ નાગરીકોનો ઘસારો જાઈ કેટલાંક લેભાગું તત્વો પણ એજન્ટ તરીકે બની બેઠાં છે અને વિદ્યાર્થીઓના રૂપિયા લઈ તેમને વિઝા આપતી વખતે હાથ અધ્ધર કરી દેવાની ઘટના બહાર આવતી હોય છે

ક્યારેક આવાં તત્વો વિઝાના નામે નકલી વિઝા પણ બનાવી આપતાં હોય છે અથવા અમુક ડોક્યુમેન્ટ ખુટતા હોય તો તે પણ ગેરકાયદેસર રીતે બનાવી આપતા હોય છે આ સ્થિતિમાં  માધવપુરા પોલીસે એક એજન્ટ વિરુદ્ધ નકલી પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ બનાવવાની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે નકલી પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટનો મામલો સામે આવતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે હેડ કોન્સ્ટેબલ મહાવીરસિહ પોલીસ કમિશ્નર કચેરીમા પાસપોર્ટ વિભાગમાં ફરજ બજાવે છે સોમવારે તે પોતાની ઓફીસમાં હતા ત્યારે સવારે સાડા દસ વાગ્યાના સુમારે ધરમપાલ રામચંદ્ર દરીયાની (સરદારનગર) નામનાં વ્યક્તિ  સ્પેન ખાતે રહેતા પોતાના ભાઈ મનોજ દરીયાની પીસીસી અંગે પુછપરછ કરવા આવ્યા હતા જેમને મહાવીરસિંહે પુરતી માહીતી આપી હતી.

જા કે વાતચીત દરમિયાન ધરમપાલે વિદેશમાં રહેતાભાઈ મનોજનું પીસીસી તેમને બતાવ્યુ હતુ જે જાતા જ મહાવીર સિહને શંકા ગઈ હતી અને તેમણે પીસીસીની તપાસ કરી હતી ઉપરાંત તે સર્ટીફિકેટ નકલી હોવાનું લાગતા મહાવીરસિંહે તુરત પોતાના ઉપરી અધિકારીને પણ આ અંગે જાણ કરી હતી ખરાઈ કરતા તે સર્ટીફીકેટ નકલી હોવાનુ જણાઈ આવતા ધરમપાલની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ સર્ટીફિકેટ તેમના રાકેશ નામના એજન્ટે બનાવી આપ્યુ છે આ માટે રાકેશે પોતાના મુંબઈ ખાતેના બેંક એકાઉન્ટમાં પૈસા મંગાવ્યા હતા.

જેને પગલે મહાવીરસિહે તુરત માધવપુરા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ નોધાવી હતી નકલી પોલીસ કલીયરન્સ સર્ટીફિકેટ સાથે યુવક પણ વિદેશ પહોચી જતાં પોલીસ ચોકી ઉઠી હતી અને રાકેશ નામના એજન્ટને દબોચી લેવાની તજવીજ હાથ ધરી હતી રાકેશ નકલી દસ્તાવેજા કેટલાંય વ્યક્તિઓને વેચ્યા હોવાની સંભાવના હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે જા કે તેની અટક કર્યા વગર તપાસ પછી જ નક્કર માહીતી બહાર આવી શકશે.. માધવપુરા પોલીસે હાલમાં રાકેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અંગે ઉલ્લેખનીય છે કે વિદેશ જવાની લ્હાયમાં કેટલાંય ઓછી લાયકાત ધરાવતાં શખ્શો નકલી દસ્તાવેજા ઉપર વિદેશ જતા પકડાઈ જતા હોય છે બીજી તરફ કેટલીય વખત એજન્ટ પણ નકલી વિઝા પધરાવી દેવાની ઘટનાઓ બહાર આવતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.