અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા પાનના ગલ્લા-ચાની કિટલીઓ બંધ કરાવવા જરૂરી છે ?!
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ પછી સુરત કોરોનાના કેસોનું ‘હોટસ્પોટ’ બન્યુ છે. સુરતની Âસ્થતિ ચિંતાજનક છે. સમગ્ર વહીવટી તંત્ર સુરતમાં કોરોનાના કેસ અટકાવવા કામે લાગ્યુ છે. હીરાબજાર- ેટક્ષ્ટાઈલ બજાર બંધ કરાયુ છે. તો પાનના-ગલ્લા, રંકડીઓ બંધ કરાવાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ પગ પ્રસરાવ્યા છે.
રાજકોટ જીલ્લામાં પાનના ગલ્લા તથા ચાની કિટલીઓ બંધ કરાવવામાં આવી છે. સંભવતઃ આમનેઆમ પરિસ્થિતિ રહી તો ઘણા શહેરોમાં પાનના ગલ્લા ચાની કિટલીઓ બંધ કરાવવી પડી શકે તેમ છે. અમદાવાદ શહેરમાં પણ પાનના ગલ્લા ચાની કિટલીઓ ખુલ્લી જાવા મળે છે ત્યારં સરકારી ગાઈડલાઈનનું કેટલું પાલન થાય છે કે કેમ? તે જાવાનું કામ તંત્રનું છે.
ખાસ તો શહેરી વિસ્તારોમાં કે જ્યાં ભીડભાડ વધારે જાવા મળે છે ત્યાં ચેકીંગ હાથ ધરાય છે કે કેમ? તો પશ્ચિમ વિસ્તારમાં પાનના ગલ્લા-ચાની કિટલીઓ ધમધમી રહી છે ત્યાં પણ કાયદાનો અમલ થાય છે કે કેમ? તે પ્રશ્ન વિચાર માંગી લે તેમ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા છે. માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન વધી રહ્યા છે. હવે પહેલાની માફક સમગ્ર ફલેટ કે સોસાયટીને સીલ કરી દેવાતા નથી.
જે ઘરમાં કોરોના પોઝીટીવ હોય તેને ક્વોરન્ટાઈન કરાય છે. પરંતુ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા છે એ હકીકત છે. બસો રીક્ષાઓમાં લોકો ઓછા અવરજવર કરે છે. ટુ-વ્હીલર લઈને જનારાઓને કોરોના સંક્રમણની સંભાવના ઓછી રહે છે. તો શું આ વિસ્તારમાં કોરોના સક્રમણ શાક માર્કેટ, પાનના ગલ્લા કે ચાની કિટલીઓને કારણે ફેલાય છે. ??
આ તર્ક વિચાર માંગી લે તેમ છે. પશ્ચિમ વિસ્તારમાં પાનના ગલ્લા-ચાની કિટલીઓ મોટાપ્રમાણમાં છે. અને અહીંયા પણ પાન-મસાલાના શોખીનો ઉમટી પડતા હોય છે. વહીવટી તંત્રએ આ બાબતનો અભ્યાસ કરીને અમદાવાદમાં પાનના ગલ્લા-ચાની કિટલીઓ એક સપ્નાહ માટે બંધ કરવી જરૂરી છે.
જા આમ, થાય તો કોરોનાના કેસ કઈ રીતે વધી રહ્યા છે તેનો અંદાજ આવી શકે તેમ છે. રાજકોટ જીલ્લામાં કેસો વધતા વહીવટી તંત્રએ પાનના ગલ્લા-ચાની કિટલીઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો શું અમદાવાદમાં પણ સુરત-રાજકોટની જીલ્લાની તર્જ પર આગળ વધવું જાઈએ? કે પછી લાંબા સમય પછી શરૂ થયેલા જનજીવનને આગળ ધપાવવું જાઈએ.??