Western Times News

Gujarati News

રામોલમાં નકલી પોલીસની ગેંગ ઝડપાઈ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો આંક વધી રહયો છે તસ્કરો અને લુંટારુઓ બેફામ બનતા પોલીસતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે શહેરભરમાં સઘન તપાસ અને ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે શહેરમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરાવી દેવા માટે વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહયા છે

આ પરિસ્થિતિમાં  શહેરના રામોલ વિસ્તારમાં નકલી પોલીસ બનીને ફરતી એક ગેંગ ગેસ્ટ હાઉસોમાંથી બહાર નીકળતા લોકો પાસેથી રૂપિયા પડાવતી હોવાની વિગતો મળતા જ ખાનગીરાહે તપાસ શરૂ કરાવી સીસીટીવી કુટેજના આધારે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડયુ હતું અને નકલી પોલીસ બનીને ફરતા ચાર શખ્સોની ટોળકીને ઝડપી લેવામાં સફળતા મળી છે

પ્રાથમિક તપાસમાં આ શખ્સોએ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની કબુલાત કરી છે અને તાજેતરમાં એક વહેપારી પાસેથી રૂ.૭૦ હજારની માંગણી કર્યાં બાદ રપ હજારનો તોડ કર્યાનું બહાર આવ્યું છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાખોરી સામે પોલીસતંત્ર એલર્ટ બની ગયુ છે અને ગુનેગારો ઉપર નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત બાતમીદારોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને શહેરના શ્રમિક વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. શહેરમાં કેટલીક ગેંગો સક્રિય બનતા પોલીસ અધિકારીઓ દ્વારા આવી ગેંગોના સાગરિતોને ઝડપી લેવા માટે ખાસ સુચના આપવામાં આવી છે આ પરિÂસ્થતિ વચ્ચે અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં ચોંકાવનારી ઘટનાઓ ઘટવા લાગી હતી

આ વિસ્તારમાં આવેલા ગેસ્ટહાઉસોની બહાર કેટલાક શખ્સો પોતાને પોલીસની ઓળખ આપતા હતાં. શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતો યાસીન કુરેશી, બાપુનગરમાં રહેતો સલીમ રાજપુત, યુસુફ અને અબ્દુલ શેખ નામના ચારેય શખ્સો શહેરના રામોલ વિસ્તારમાં આવેલા ગેસ્ટહાઉસો પર નજર રાખતા હતાં ચારેય શખ્સો ગેસ્ટહાઉસમાં જે કોઈ કપલ કે યુવક/યુવતી જાય તેની વિગતો એકબીજાને આપી દેતા હતા અને ત્યારબાદ ચારેય શખ્સો ગેસ્ટહાઉસની બહાર ઉભા રહી જતા હતા ગેસ્ટહાઉસમાંથી જેવા લોકો બહાર નીકળે કે તરત જ તેઓને આ ગેંગ ઉભી રાખતી હતી અને પોતે પોલીસ હોવાનું જણાવી શા માટે ગેસ્ટહાઉસમાં ગયા હતા

તેની પુછપરછ કરતા હતાં. ગેસ્ટહાઉસમાં તમે ખોટુ કામ કરવા માટે ગયા છો તેવી ધમકી આપી પોલીસ સ્ટેશને લઈ જવા પડશે તેવુ જણાવતા હતા અને પોલીસ સ્ટેશનમાં તમારા ઘરના સભ્યોને પણ બોલાવવામાં આવશે તેવી ધમકીઓ આપતા હતાં. ગેસ્ટ હાઉસોની બહાર ઉભા રહેતા આ ચારેય શખ્સો જે કોઈ બહાર નીકળે તેને આ પ્રકારની ધમકી આપી તેઓની પાસેથી રૂપિયા પડાવતા હતાં.

રામોલ વિસ્તારમાં અનેક ગેસ્ટહાઉસો આવેલા છે અને ગેસ્ટહાઉસોની બહાર આ ચારેય શખ્સો અલગ અલગ ઉભા રહેતા હતા અને ગેસ્ટહાઉસમાં જેવુ કોઈ પ્રવેશે કે તરત એકબીજાને ધ્યાન દોરતા હતા અને ચારેય શખ્સો જે તે ગેસ્ટહાઉસની બહાર ઉભા રહી જતા હતાં આ દરમિયાનમાં ગેસ્ટહાઉસની બહાર નીકળતા યુવક યુવતીઓને અટકાવી તેઓની પાસેથી પૈસા પડાવતા હતાં છેલ્લા ઘણા દિવસોથી નકલી પોલીસ બની આ ચારેય શખ્સો સંખ્યાબંધ લોકો પાસેથી રૂપિયા પડાવવાનો ગોરખધંધો શરૂ કર્યો હતો આ દરમિયાનમાં થોડા દિવસ પહેલા એક ગેસ્ટ હાઉસમાં વહેપારી ગયા હતા અને તેઓ બહાર નીકળ્યા કે તરત આ ચારેય શખ્સોએ વહેપારીને અટકાવ્યા હતા અને તેઓને પણ આ મોડસ ઓપરેન્ડી વાપરી ધાક ધમકી આપી હતી.

નકલી પોલીસ બનીને ત્રાટકતા ચારેય શખ્સોએ સૌ પ્રથમ વહેપારીને તેમના પરિવારજનો સાથે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા છે તેવુ જણાવતા જ વહેપારી ગભરાઈ ગયા હતા અને આ તકનો લાભ ઉઠાવી ચારેય ગઠીયાઓએ રૂ.૭૦ હજારની માંગણી કરી હતી પરંતુ આ વહેપારીએ પોતાની પાસે આટલા બધા રૂપિયા નહી હોવાનુ જણાવ્યું હતું જેના પરિણામે ચારેય ગઠીયાઓએ તેમની પાસે એટીએમ કાર્ડ હોવાથી વહેપારીને લઈ નજીકમાં જ આવેલા એટીએમ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી એટીએમ મારફતે વહેપારીના ખાતામાં રૂ.૧૦ હજાર કાઢી લીધા હતા અને આ ઉપરાંત વહેપારીના ઘરનું એડ્રેસ પણ લઈ લીધું હતું અને બીજા દિવસે બાકીના રૂપિયામાંથી ૧પ હજાર પડાવ્યા હતા.

આ સમગ્ર ઘટના રામોલમાં ચર્ચાસ્પદ બની હતી અને આ અંગેની જાણ રામોલ પોલીસને થઈ હતી  આ વિસ્તારમાં નકલી પોલીસ બનીને ફરતા શખ્સો નાગરિકોને લૂંટી રહયા હોવાની વિગતો મળતા જ પોલીસ સક્રિય બની હતી અને આ કેસમાં ખાનગીરાહે તપાસ કરતા એટીએમ સેન્ટરની જાણકારી મળી હતી જેના આધારે પોલીસે આ એટીએમ સેન્ટરના સીસીટીવી કુટેજ કઢાવ્યા હતાં. સીસીટીવી કુટેજ જાતા તેમાંથી યુસુફની ઓળખ થઈ ગઈ હતી અને તાત્કાલિક રામોલ પોલીસની ટીમે યુસુફ નામના શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસે યુસુફને ઝડપી લીધા બાદ તેની સઘન પુછપરછ શરૂ કરતા એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી અને તેમાં તેના ત્રણેય સાગરિતોના નામો પણ તેણે કબુલ્યા હતાં આરોપીની પુછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે રામોલ પોલીસે તાત્કાલિક અન્ય ત્રણ શખ્સો યાસીન, સલીમ અને અબ્દુલની ધરપકડ કરી લીધી છે ચારેય શખ્સોની પુછપરછમાં અનેક લોકો પાસેથી તેઓએ રૂપિયા પડાવ્યાની કબુલાત કરી છે મોટાભાગે તેઓ ગેસ્ટહાઉસની બહાર ઉભા રહી જે કોઈ બહાર નીકળે તેઓને ધાકધમકી આપી તેઓની પાસેથી રૂ.૧ હજારથી લઈ પ૦ હજાર સુધીની રકમ પડાવી લેતા હોવાનું જાણવા મળી રહયું છે. હાલમાં પોલીસે ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.