IPL: શ્રીલંકા, યુએઈ બાદ ન્યૂઝીલેન્ડે પણ કરી ઓફર
મુંબઈ: કોરોના મહામારીને કારણે મનોરંજન અને રમત જગત પર સંપૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે. અર્થતંત્ર અને બેરોજગારીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે દેશમાં વેપાર-ધંધા અને ઉદ્યોગો ચાલુ કરવાની શરતી મંજૂરી આપી છે. પરંતુ દિવસે-દિવસે વધી રહેલા કોરોના કેસોને પગલે થિયેટરો અને સ્ટેડિયમોમાં પબ્લિક ભેગી કરવાની મંજૂરી આપવાની સ્થિતિમાં સરકાર નથી. તેને કારણે આ વર્ષની આઈપીએલ ટૂર્નામેન્ટ પણ હજુ સુધી યોજી શકાઈ નથી.
જા કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ હજુ પણ આશાવાદી છે. વળી તેને શ્રીલંકા અને આરબ અમિરાત (યુએઈ) તરફથી આઈપીએલ યોજવાની ઓફર થઈ ગઈ છે. હવે તેમાં ન્યૂઝીલેન્ડનું નામ પણ ઉમેરાયું છે. અલબત્ત બીસીસીઆઈ કોઈ નક્કર નિર્ણય પર આવ્યું નથી.
રિપોર્ટ મુજબ ન્યૂઝીલેન્ડે પણ ઈન્ડિયન પ્રિમીયર લીગ યોજવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોરોના વાઈરસને કારણે ૨૯ માર્ચથી ૨૪ મે સુધી રમાનારી આ સ્પર્ધા હજુ સુધી શરુ થઈ શકી નથી. દરમિયાન ઓક્ટોબર-સપ્ટેમ્બરમાં યોજાનાર ટી-૨૦ વિશ્વકપ રદ થવાનું નક્કી માનવામાં આવતું હોવાથી આઈપીએલ માટે દ્વાર ખુલ્લા છે.
અગાઉ આઈપીએલ ૨૦૦૯ ભારતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવવાની હોવાથી દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. ત્યાર બાદ ચૂંટણીના લીધે જ ૨૦૧૪માં પણ કેચલીક મેચો યુએઈમાં રમાવી પડી હતી. પરંતુ ૨૦૧૯માં ચૂંટણી છતાં આઈપીએલ ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજાઈ હતી. હવે જા ભારતમાં કોરોના કાબુમાં ન આવે તો શ્રીલંકા, યુએઈ કે ન્યૂઝીલેન્ડમાંથી કોઈ એક વેન્યુની બીસીસીઆઈએ કરવાની રહેશે.
જા ભારતમાં કોરોના મહામારી કાબુમાં નહીં આવે અને ક્રિકેટ રમાવાની પરવાનગી મળી જાય તો ત્રણ દેશમાંથી યુએઈની મિજબાનીની સંભાવના વધુ છે. પહેલાં પણ ત્યાં કેટલીક મેચો રમાઈ હોવાથી તેમાં સરળતા રહેશે, વળી ત્યાં ભારતીય પ્રેક્ષકો પણ મોટી સંખ્યામાં છે. જેથી ખેલાડીઓને પુરતો જુસ્સો મળી રહી શકે છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) પહેલેથી જ સપ્ટેમ્બર-નવેમ્બર વચ્ચે આઈપીએલ રમાડવાની સંભાવના પર વિચાર કરી રહ્યું છે. જા કે બોર્ડની પ્રાથમિકતા ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજવાની છે. પરંતુ અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત વિશ્વમાં કોરોના મામલે ત્રીજા દેશ બની જતાં તેની શક્યત નહીવત લાગે છે.
ન્યુઝીલેન્ડમાં ટૂર્નામેન્ટ યોજવા અંગે સમયની સમસ્યા છે. ત્યાં બપોરે ૧૨.૩૦ કલાકે મેચ શરૂ થાય છે. તેથી ભારતમાં ઓફિસે જનારા કે વર્ક ફ્રોમ હોમ કરનારા પણ મેચ જાઈ ન શકે. ઉપરાંત હેમિલ્ટનથી ઓકલેન્ડ, વેલિંગ્ટન, ક્રાઈસ્ચચર્ચ, નેપિયર કે ડ્યુનેડિન વિમાનમાં જ જઈ શકાય છે.
લદ્દાખમાં ભારતીય જવાનોની શહાદતને પગલે દેશમાં ચીન વિરોધી જુવાળ ફાટી નીકળ્યો છે. જ્યારે આઈપીએલને પ્રમોટ કરનારી મુખ્ય કંપની જ ચીનની મોબાઈલ નિર્માતા કંપની વીવો છે. આઈપીએલ ટાઈટલ પ્રાયોજિત કરવા માટે બોર્ડે તેની સાથે ૫ વર્ષનો કરાર કર્યાે છે. તેનાથી ૨૦૨૨ સુધી બોર્ડને ૪૪૦ કરોડ રૂપિયાની આવક થવાની છે. જા કરાર રદ કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે. છતાં ટૂર્નામેન્ટની નવી તારીખો, સ્થળ અને ટાઈટલ ઉપરાંત પેટીએમ મામલે ચર્ચા કરવા બોર્ડની ટૂંકમાં બેઠક મળવાની છે. પેટીએમમાં પણ ચીની કંપનીનું રોકાણ છે.