ઉમરેઠના શ્રી ચંન્દ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરમાં પરમ્પરા અનુસાર દર વર્ષે તોલાતી આષાઢીનો વરતારો
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદિર માં પરમ્પરા અષાઢ વદ -૧ ને બુધવારના રોજ સવારે ૯:૦૦ કલાકે પરંપરાગત રીતે દર વર્ષની જેમ ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી હતી.
જેમાં મળેલ વર્તારા મુજબ ગત વર્ષની સરખામણીએ એકંદરે આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. વર્ષ દરમિયાન ઠડી નું પ્રમાણ સારું રહેશે. અને શિયાળુ પાકનું ઉત્પાદન સારું રહેશે. ડાંગર સિવાયના તમામ પાક માટે આ વર્ષ સારું રહેશે.