અમદાવાદ – હાવડા સ્પેશિયલ હવે સાપ્તાહિક ચાલશે
કોવિડ -19 ના વધી રહેલા સંક્રમણ અને પશ્ચિમ બંગાળ સરકારની વિશેષ અનુરોધ પર ટ્રેન નંબર 02834/02833 અમદાવાદ-હાવડા સ્પેશિયલ ને, 10 જુલાઈથી સાપ્તાહિક કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, 1 જૂનથી 2020 આ ટ્રેન નિયમિત રીતે ચલાવવામાં આવતી હતી.
મંડળ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી તે મુજબ ટ્રેન નંબર 02834 હાવડા – અમદાવાદ સ્પેશિયલ તા. 10 જુલાઈ 2020 (દર શુક્રવારે) હાવડાથી રાત્રે 23.55 વાગ્યે ઉપડીને દર રવિવારે બપોરે 13.25 વાગ્યે અમદાવાદ પહોંચશે, પરતમાં ટ્રેન નંબર 02833 અમદાવાદ-હાવડા સ્પેશિયલ અમદાવાદથી દર સોમવારે રાત્રે 00.15 વાગ્યે ઉપડશે અને મંગળવારે બપોરે 13.30 વાગ્યે હાવડા પહોંચશે. આ સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ (રિઝર્વ), સ્લીપર, થર્ડ એસી અને સેકન્ડ એસી કોચ ઉપલબ્ધ છે.