Western Times News

Gujarati News

સુરતમાં અનલોકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત

Files Photo

સુરત:  સુરતમાં મોટા પ્રમાણમાં હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે. આ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રના લોકો સૌથી વધુ કામ કરી રહ્યા છે. ત્યારે કોરોનાના કારણે સમગ્ર દેશમાં લાકડાઉન લાગૂ કરી દેવાયું હતું. તે સમયે ધંધા- રોજગાર ઠપ થઇ જતા લોકો પોતાના વતન તરફ જવા નિકળ્યા હતા. કોઇએ ચાલીને, કોઇએ પોતાના વાહન લઇને વતનની વાટ પકડી હતી. જોકે ત્યાર બાદ અનલાક ૧ અને અનલાક ૨ લાગૂ થતા. લોકો પરત સુરત આવવા લાગ્યા હતા. પરંતુ લાકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થવા લાગ્યો છે. જેથી રાજ્ય સરકાર અને સ્થાનિકતંત્ર ચિંતામાં મુકાયું છે. તેવામાં હવે અનલાકમાં પરત આવેલા રત્નકલાકારોની સૌરાષ્ટ્ર તરફ હિજરત ફરી શરૂ થઇ ચૂકી છે.

કોરોના મહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ થઈ ગયું છે. અનલાકમાં પરત આવેલા રત્નકલાકારો ફરી એકવાર સૌરાષ્ટ્ર તરફ હિજરત કરી રહ્યા છે. સુરતમાંથી રોજના ૧૫૦૦ પરિવારો સામાન ભરીને વતન પરત જઈ રહ્યા છે. સુરતમાં હીરા ઉદ્યોગના કારખાનેદારોની શેઠશાહીના કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારના આદેશ છતાં લાકડાઉનમાં રત્નકલાકારોને પગાર પણ નથી

ચૂકવવામાં આવ્યો. વીજ બિલ બચાવવા માટે કંપની માલિકો એક જ ઘંટી પર ૪-૪ લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. સરકારે એક જ ઘંટી પર ૨ લોકોને બેસાડવાની શરતી મંજૂરી આપી છે. એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ કોરોનાના સંક્રમણથી લોકો ચિંતાતૂર થયા છે. સરકારે પગાર ચૂકવવા જે આદેશ કર્યો હતો. તેનો અમલ તો ન થયો પણ સરકારે પણ મદદ નથી કરી. જેના કારણે હવે સુરતના ૫ લાખ રત્નકલાકારોનાપરિવાર પર અનલોક પછી પણ મોટુ સંકટ છે.

તો બીજી તરફ સુરતમાં હીરા ઉદ્યોગ ચાલું થશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હીરા બજાર ચાલુ કરવાની જાહેરાત કરી હતી કે ૧૦ જૂલાઇથી હીરા બજાર શરૂ થઇ જશે. ૧૪ જૂલાઇથી હીરાના કારખાના શરૂ થશે. હીરા બજાર અને કારખાનાને ગાઇડલાઇન અપાશે અન ગાઇડલાઇનનું કડક પણ અમલ કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.