અમદાવાદની જનતા ફરીથી માણશે અમદાવાદ જેલના ભજીયાનો પરંપરાગત સ્વાદ
સમગ્ર વિશ્વમાં વ્યાપેલ મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના કારણોસર કેન્દ્ર સરકારશ્રી તેમજ રાજય સરકારશ્રીની માર્ગદર્શક સુચનાઓને અનુસરીને અમદાવાદ મધ્યસ્થ જેલ હસ્તકના આર.ટી.ઓ. ઓફીસ પાસે કાર્યરત ભજીયા હાઉસ હંગામી ધોરણે લોકડાઉન દરિમયાન બંધ કરવામાં આવેલ.
હાલમાં અનલોક – ૨ માં સરકારશ્રી તરફથી અપાયેલ છૂટછાટ તેમજ માર્ગદર્શિકા મુજબ સોશીયલ ડીસ્ટન્સના પાલન તેમજ સરકારશ્રીની અપાયેલ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવા સાથે તા.૦૭/૦૭/૨૦૨૦ થી જાહેરજનતાની લાગણી અને માંગને માન આપી પુનઃ શરૂ કરવામાં આવેલ છે.
હવે ફરીથી અમદાવાદના પ્રજાજનો તેમજ બહારથી આવતા મુસાફર જનતાને અમદાવાદ જેલનાભજીયાનો વર્ષોથી સતત જળવાઈ રહેલ એ જ સ્વાદ પુનઃ માણવા મળશે. સાથોસાથ કોટન માસ્કતેમજ અન્ય જેલ ઉત્પાદિત વસ્તુઓ લીમડા સાબુ, શિકાકાઇ સાબુ, લીકવીડ સોપ, ફીનાઈલ, લાકડાનાબાજોટ, ટીપોઈ તેમજ બેકરીની આઈટમો સેલ રૂમ ખાતે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલછે.