બાયડ તાલુકાના યુવાને બાયડ તાલુકાને આપી અનોખી ભેટ
અરવલ્લી બ્રહ્મભટ્ટ બારોટ સમાજ ના યુવાન સંદીપ ભુપેન્દ્રભાઈ બારોટ એ go search ( ઞો સર્ચ)નામની એપ બનાવવામાં આવી જેનું લોન્ચિંગ બાયડ તાલુકા પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ બારોટ હસ્તે રીબીન કાપી લોંચિંગ કરવામાં આવ્યું.
મોબાઈલ એપ્લિકેશન ની વિશેષતા:
એ છે કે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માંગો છો તો તમને તે વસ્તુ online( ઓનલાઈન) જોવા પણ મળશે.ઓર્ડર આપ્યા પછી વસ્તુની હોમ ડિલીવરી પણ મળશે. ઇલેક્ટ્રિશિયન, પેન્ટર, એસી સર્વિસ, બાઇક સર્વિસ, કોમ્પ્યુટર સર્વિસ, અને વિશિષ્ટ સેવાઓ ની માહિતીઓ અને કોન્ટેક નંબર આ એપ્લિકેશનની અંદર થી આપને મળી રહેશે. ભાડે મકાન આપવાનું છે કે લેવાનું છે અથવા વેચવાનું છે જેની પણ માહિતી આ એપ્લિકેશનની અંદર મળી રહેશે. આ એપ્લિકેશન ની અંદર ડિમાન્ડ પ્રમાણે ફ્યુચર પણ મુકવામાં આવેલા છે. આ એપ્લિકેશનથી તાલુકાના કેટલાય લોકોનો સમય વેસ્ટ થતો બચી જશે અને ખર્ચમાં પણ બચાવ થશે એવુ માનવામાં આવી રહયુ છે.