દહેજના દરિયા કોતરમાં અજગરના ઈંડાઓને ફોડી સરીસૃપ કૃત્ય કરનાર સામે આર.એફ.ઓની લાલ આંખ
ઈંડા ફોડનારા ઈસમોનો મોબાઈલ વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ થતા આર.એફ.ઓ દ્વારા તપાસ શરૂ.:
અજગર ના ઈંડા પરીપક્વ થાય ત્યારે જાતે જ ઈંડા ફૂટી બચ્ચાઓના જન્મ થતા હોય છે : આશિષ શર્મા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સોશ્યલ મીડિયા માં અજગરના ઈંડા કેટલાક વ્યક્તિઓ ફોડી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે.ઈંડા ફોડી સરીસૃપ કૃત્ય કરી રહ્યા હોય તેવા વિડીયો વાયરલ થતા દહેજ ના દરિયા કિનારે કોતર માં આ ઈંડા હોવાની ઘટના સામે આવતા વાગરા આર.એફ.ઓ એ.આઈ.પટેલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર દોડી જઈ તપાસ હાથધરી હતી.ઈંડા ફોડતા વાયરલ વિડીયોમાં દેખાતા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર કેટલાક વ્યક્તિઓ અજગર ના ઈંડા ફોડી રહ્યા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે.કોતર માં રહેલા અજગર ના ઈંડાઓને કેટલાક વ્યક્તિઓ બહાર કાઢી તેને ફોડી સરીસૃપ કૃત્ય ની ઘટના સામે આવતા લોકો માં કુતુહલ સર્જાયું હતું.જેમાં ઈંડા ફોડી અંદર થી અજગર ના બચ્ચા બહાર નીકળતા નજરે પડ્યા હતા.
આ સમગ્ર ઘટના ની તપાસ થાય અને કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ તે હેતુ થી સમગ્ર ઘટના ની તપાસ વાગરા આર.એફ.ઓ એ.આઈ.પટેલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈંડા ની શોધખોળ હાથધરી હતી અને આવું કૃત્ય કરનાર વ્યક્તિઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ ના આશિષ શર્મા એ પણ અજગર ના ઈંડા ફોડવા તે ફોજદારી ગુનો છે અને આ બાબતે સમગ્ર વાયરલ વિડીયો માં
દેખાતા વ્યક્તિઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ પણ તેઓ એ કરી છે.જો કે વાયરલ વિડીયો એક ગંભીર ઘટના કહી શકાય.જો કે સમગ્ર ઘટનામાં આર.એફ.ઓ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.