ગુજરાત પર તોળાતો તીડનો ખતરો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાત પર ફરીથી તીડના આક્રમણની સંખ્યામાં તીડ ઘુસવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં કચ્છના લખપતમાં તીડોના ઝુંડ ઉમટી પડ્યા છે. જેને ભગાડવા માટે ખેતેીવાડી વિભાગ તરફથી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે
તો ખેડૂતો પણ ઢોલ-નગારા વગાડીને તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અગાઉ પણ લાખ્ખોની સંખ્યામાં તીડનું આક્રમણ થઈ ગયુ છે. મોટી સંખ્યામાં આવતા તીડના ઝૂંડ ગણતરીના કલાકોમાં ખેડૂતોના ઉભા પાકનો સોથ વાળી દે છે. આફ્રિકાના સોમાલિયા-યમનથી પાકિસ્તાન થઈને મોટી સંખ્યામાં તીડના ઝૂંડો આવી પહોંચ્યા છે. અને કચ્છના લખપતમાં ખેતરોમાં ઉતરી આવતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતમાં આ અગાઉ બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તીડના ઝૂંડ ત્રાટકી ચુક્યા છે. અને ખેતીના પાકનો સોથ વાળી દીધો હતો. તીડના ઝુંડ ખેડૂતોના ઉભા મોલનો થોડા કલાકમાં સફાયો કરી નાંખે છે. જેને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. તીડને ભગાડવા માટેે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો ગ્રામ્ય વિસ્તારમાં કામ કરી રહી છે. તીડ કંટ્રોલ ટીમ દવાઓનો છંટકાવ કરે છે. પરંતુ તીડની સંખ્યા એટલી વિશાળ હોય છે કે દવાની તેમના પર ઓછી અસર થાય છે. ખુબ જ ઝડપથી નવા તીડ પેદા થઈ જાય છે. જેને લીધે તીડ કંટ્રોલ મુશ્કેલ થયુ છે. ખેડૂતો દેશી પધ્ધતિથી ઢોલ-નગારા, વાસણો વગાડીને તીડને ઉડાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમાં જાેઈએ એવી સફળતા મળતી નથી. ખેડૂતોના પાકનો સોથ વળી જાય છે ત્યારે મોડું થઈ જાય છે.