સિવિલ હોસ્પીટલમાંથી વધુ એક દર્દીની કિંમતી વસ્તુઓ ચોરાઈ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરાનાની મહામારીને કારણે સજાર્યેલી અફડાતફડી દરમ્યાન પણ શહેરની હોસ્પીટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સામાન ચોરાવાની ઘટના બનતા માનવતા નેવે મુકાઈ હોવાની પ્રતિતિ થઈ રહી છે. અગાઉ પણ કોવિડ સેન્ટરમાં રૂપાંત્તરીત કરાયેલી હોસ્પીટલોમાંથી દર્દી ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિઓની મૂલ્યવાન ચીજવસ્તુઓની ચોરી થવાના બનાવ બહાર આવતા હોસ્પીટલ-તંત્ર સાથે આંગળીઓ ચીંધાઈ રહી હતી.
આવા જ વધુ એક બનાવનો ઉમેરો થયો છે. સિવિલ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલો દર્દી મૃત્યુ પામતા પરિવારજનોને તેમની વસ્તુઓ સોંપવામાં આવી હતી. જાે કે તેમાંથી દર્દીનો ફોન તથા મોંઘી ઘડીયાળ ગાયબ થઈ જતાં શાહીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત એવી છે કે રોક્સી ગાગડેકર (ઘાટલોડીયા) એ ફરીયાદ નોંધાવી છે કે તેમના બનેવી ઉમેશભાઈ તમાઈચીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સિવિલ ૧ર૦૦ બેડ કોવિડ હોસ્પીટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ઉમેશભાઈની તબિયત વધુ લથડતાં તેમને વેન્ટીલીટર પર રાખવામાં આવ્યા હતા. ઉમેશભાઈ હોસ્પીટલમાં દાખલ થયા એ વખતે રોક્સીભાઈએ તેમને પોતાનો મોબાઈલ વાપરવા આપ્યો હતો.
દરમ્યાનમાં ઉમેશભાઈનું મત્ર્યુ થતાં હોસ્પીટલે તેમના મૃતદેેહ સાથેજ ચીજવસ્તુઓ પણ આપી હતી. જેમાંથી રોકસીભાઈનો મોબાઈલ ફોન તથા ઉમેશભાઈની ઘડીયાળ ગાયબ હતા. જેથી પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. પરંતુ ઉમેશભાઈની અંતિમ ક્રિયા કરવાની હોવાથી ગતરોજ પોલીસ ફરીયાદ કરી હતી.
સિવિલ હોસ્પીટલમાંથી વધુ એક દર્દીની વસ્તુઓની ચોરી થવાથી હોસ્પીટલ તથા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યુ છે. અને હવે શાહીબાગ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.