જંબુસર પોલીસ દ્વારા NGOના સહકારથી લારીઓવાળા તથા નાગરિકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સમગ્ર વિશ્વ હાલ કોરોનાના કહેર થી ફફડી રહ્યુ છે ત્યારે આ રોગ પ્રત્યે સજાગતા તેમજ જાગૃતિ લાવવા માટે ભરૂચ જીલ્લા પોલીસે પણ અભિયાન હાથધર્યુ છે.જે અંતર્ગત જંબુસર નગર માં વિભાગીય પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ એન.જી.ઓ ના સહકાર થી જંબુસર પોલીસ દ્વારા લારીગલ્લા તેમજ રાહદારીઓને રોકીને માસ્કનું વિતરણ કરીને માર્ગદર્શન આપ્યું હતું.
કાયદો અને વ્યવસ્થા સંભાળવમાં ખડેપગે કામ કરતી પોલીસે હવે મહામારી સમાન કોરોના રોગચાળા સામે લડવા પણ ઝંપલાવ્યું છે.જંબુસર પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.ચૌધરી,પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.સી.ચૌધરી તથા સ્ટાફે લારી ગલ્લા તેમજ જાહેર માર્ગો પર અવરજવર કરતા લોકોને કોરાના વાયરસ અંગે વાકેફ કરીને સાવચેતીના પગલાં તેમજ સજાગતા લાવવા અભિયાન હાથધર્યુ હતું.
જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા માસ્કનું વિતરણ કર્યુ હતું.દેશના નાગરિકોને હાલ કોરોનાનો ભય સતાવી રહ્યો છે ત્યારે આ રોગચાળાને પ્રવેશતો અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્રમ હાથધર્યો હતો.