અમદાવાદમાં ફરી જૂની વ્યવસ્થા પ્રમાણે ખાલી-બંધનો પ્રોપર્ટી ટેક્ષ માફીનો લાભ મળશે
એએમસીના સતાધીશોએ એક વર્ષ પછી હવે યુ-ટર્ન લીધો-શહેરમાં ફરી જૂની વ્યવસ્થા પ્રમાણે ખાલી-બંધનો પ્રોપર્ટી ટેક્ષ માફીનો લાભ મળશે
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું લગભગ એક વર્ષ પહેલાં પ્રોપર્ટી ટેક્ષમાં ખાલી -બંધનો લાભ આપવા અંગે નિર્ણય કર્યો હતો કે જે તે વર્ષમાં ખાલી-બંધનો લાભ આપવા અંગેે અરજી કરવાની રહેશે. જાે અરજી કરવાનું ચુકી ગયા તો તમને ખાલી બંધનો લાભ મળી શકે નહીં. પણ ાજે અમદાવાદ મ્યુનિસિપલે જાહેરાત કરી છ કે જે તે વર્ષમાં ખાલી-બંધનો લાભ લેવાની અરજી રહી ગઈ હોય તો સાંયોગિક પુરાવા રજુ કરીને લાભ મેળવી શકાશે.
આમ, એક વર્ષ પછી અમદાવાદ મ્યુનિસિપલ સતાધીશોએ યુ ટર્ન લીધો છે. હવે પહેલાની જેમ જ ખાલી -બંધનો લાખ લેવા માટે અરજી કરી શકાશે. પુરાવા રજુ કર્યેથી ખાલી-બંધનો લાભ મળી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મિલકત બિનવપરાશ બંધ પડી રહી હોય એવા કિસ્સામાં પ્રોપર્ટી ટેક્ષમાં ૯૦ ટકા માફી મળે છે. જેમાં લાઈટબીલ નીલ હોય એવા પુરાવા સહિત અન્ય પુરાવા રજુ કરવાના હોય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલાં એક-બે કે વધુ વર્ષ માટે મિલકત બંધ પડી હોય તો તેેના સાંયોગીક પુરાવા રજુ કરીને ખાલી-બંધનો લાભ લઈ શકાતો હતો જેમાં પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળતી હતી.
સ્ટૈન્ડીંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યુ હતુ કે અમદાવાદ શહેરમાં નાગરીકોને પ્રોપર્ટી ટેક્ષમાં ખાલી-બંધનો લાભ લેવામાં તકલીફ પડતી હતી. જેથી કેટલાંક મુદ્દાની સ્પષ્ટતા કરવી જરૂરી છે. (૧) માલિકી હક્ક ધરાવતી મિલકતોના ખાલી બંધની જે તે વર્ષમાં અરજી કરવાની રહી ગઈ હોય એવી મિલકતોને સાંયોગીક પુરાવા સાથે રજુ કરી શકાશે. અરજી સાથેે રજુ થયેલા પુરાવાના આધારે લાભ મળશે.ે(ર) અગાઉ કરેલ અરજદારોને પણ પુરાવના આધારે લાભ અપાશે. (૩) આ લાભ માટે કોઈ પણ સિવિક સેન્ટરથી અરજી કરી શકાશે.