માણાવદર સિનેમા ચોકમાં માસ્ક ન પહેરનાર 34 વ્યક્તિ સામે કાર્યવાહી

કોરોનામાં લોકોને અનલોક એક અને બે માં વ્યાપક છૂટછાટ આપ્યા બાદ કોરોના કેસ અનેક ગણો વધારો થઇ રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ માં માણાવદર તાલુકા માં કોરોના સંક્રમણ ને રોકવા માટે માણાવદર પીએસઆઇ ધોકડીયા અને પોલીસ સ્ટાફના વિપુલભાઈ ગોહીલ અને વિક્રમભાઈ ગરચર તથા નાગદાનભાઇ કાનગડ એ માસ્ક વિના જાહેર મા ફરતા લોકોની સામે કાર્યવાહી કરતા લોકમા ફફડાટ ફેલાયો હતો.
માણાવદર પીએસઆઈ ધોકડીયા અને પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં રોજ સધન માસ્ક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેમાં આજે જાહેરમાં માસ્ક વગર ફરતા 34 શખ્સો ને રૂપિયા 6800 નો દંડ ફટકારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા અગાઉ પણ માસ્ક વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમ છતાં માસ્ક સાવભુલી ગયા હોય તેમ બેફામ ફરે છે કોરોનાને રોકવા લોકજાગૃતિ જરૂરી છે ત્યારે હવે પોલીસે દંડ નું હથિયાર ઉગામી લોકોને નિયમોનું પાલન કરાવવા નું ચાલું કર્યું છે