માસ્ક વિના બિંદાસ ફરે છે અમદાવાદીઓ, પકડાઈ જાય તો બતાવે છે આવા બહાના
અમદાવાદ: માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરાવી રહેલા મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરોને નાગરિકો આજકાલ મિજજા બતાવી રહ્યા છે. એપ્રિલ મહિનાના મધ્યથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અમલમાં આવ્યા છે ત્યારથી દર મિનિટે લગભગ ૧૩૩ અમદાવાદીઓને ઉલ્લંઘન બદલ દંડ કરવામાં આવી રહ્યો છે માસ્ક પહેરવાનું કહેનારા મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરને એક નાગરિકે કહ્યું, “શું આ માઈક્રો-કન્ટેઈનમેન્ટ વિસ્તાર છે ? અહીં હું શા માટે માસ્ક પહેરું ?”
એક કાર માલિકે દંડ ભરવાનો ઈન્કાર કરતાં કહ્યું, “અમે એક જ પરિવારના છીએ અને અમારામાંથી કોઈ સંક્રમિત નથી. તો શા માટે માસ્ક પહેરવાના ?” શહેરમાં છસ્ઝ્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ૧૫૧ ટીમ કાર્યરત છે. તેમને આ પ્રકારના બહાના સામાન્ય રીતે લોકો પાસેથી સાંભળવા મળે છે. આ બહાનામાંથી ખીજ ચડે તેવું બહાનું છે, “માસ્ક પહેરવાથી ગૂંગળામણ થતી હોય તેવું લાગે છે.”
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, શહેરભરમાં ફરતી તેમની ટીમોને રોજરોજ આવા અસંખ્ય બહાના સાંભળવા મળે છે. જેમાંથી મોટાભાગના શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેવા હોય છે. તો બીજું સૌથી વધુ અપાતું બહાનું છે કે, માસ્ક પહેરવાનું ભૂલી ગયા. અધિકારીએ જણાવ્યું કે, ૮૦% કિસ્સામાં લોકો હાથરૂમાલ ગળામાં ભરાવેલો રાખે છે. જ્યારે અધિકારીઓ તેમને પકડે અને પૂછે ત્યારે કહી દે છે કે ગાંઠ ઢીલી હોવાથી રૂમાલ મોં પરથી સરકી ગયો.
તો આ તરફ દુકાનદારો પણ છસ્ઝ્રનું વાહન જાેવે તો જ માસ્ક પહેરે છે. દુકાનદારોની ફરિયાદ છે કે, માસ્ક પહેરીને બોલવામાં તકલીફ પડે છે, જેના કારણે નાણાંકીય વ્યવહારમાં વિખવાદ ઊભો થાય છે. હર્ષદ સોલંકીએ જણાવ્યું, “આજકાલ વધુમાં વધુ વિસ્તારોને માઈક્રો-કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે ત્યારે અવરજવર કરતાં લોકો ફટાક દઈને કહી દે છે કે તેઓ એ ઝોનમાંથી નથી આવ્યા.”
અન્ય એક અધિકારીના કહેવા મુજબ, શાકવાળા અને ફ્રૂટવાળા એમ કહે છે કે, સતત વપરાશના લીધે તેમના માસ્ક ઘસાઈ ગયા હતા એટલે ફેંકી દીધા. સાઉથ વેસ્ટ ઝોનની ટીમના હેલ્થ ઈન્સ્પેક્ટરે કહ્યું, “મેં ઓછામાં ઓછી એવી ૧૦ ગાડીઓ જાેઈ જેમાં દરેકમાં ત્રણ લોકો બેઠા હતા અને તેમાંથી એકેયે માસ્ક પહેર્યા નહોતા. જ્યારે તેમને રોકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, પરિવાર સાથે મુસાફરી કરતાં હોવાથી માસ્ક જરૂરી નથી અને તેમનામાંથી કોઈપણ સંક્રમિત નથી. જાે કે, એ બધાના ખિસ્સામાં માસ્ક તો હતા જ.”
કેટલીક મહિલાઓ પોતાનો ચહેરો સાડીના છેડાથી અથવા દુપટ્ટથી ઢાંકી લે છે. તો શહેરના પૂર્વ વિસ્તારમાં ઘણા લોકો એવું વિચારે છે કે, હેલ્મેટ પહેરીએ તો માસ્કની જરૂર નથી. માસ્કના નિયમનો ૯૫% ભંગ પાનના ગલ્લાઓ પર થાય છે મોટાભાગના ગ્રાહકો એવું કહે છે કે, ગુટખા કે પાન ખાધા બાદ વારંવાર થૂંકવાની જરૂર પડે છે. તો કેટલાક એવું કહે છે તેમણે સિગરેટ પીવા થોડી ક્ષણો માટે માસ્ક કાઢ્યું છે. તો કેટલાક જાણી જાેઈને પાણીનો ઘૂંટડો ભરે છે જેથી બતાવી શકે કે તેમણે તરસ છીપાવવા માસ્ક કાઢ્યું હતું.