એલીસબ્રીજમાં પીસીબીનો દરોડોઃ ૧૩ જુગારીની અટક
અમદાવાદ: શહેરમાં એલીસબ્રીજ વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડીને જુગારધામ ઊપર કાર્યવાહી કરતાં આશરે ૧૩ જેટલાં જુગારીઓ પકડાયા હતા. આ તમામ જુગારીઓ ઊપર ૭૫ હજાર જેટલો મુદ્દામાલ પણ ઝડપી લેવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પીસીબીની ટીમ ગતરાત્રે એલિસબ્રીજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે એક સ્થળે મોટા પ્રમાણમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતાં મોડી રાત્રે પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા અને ૧૩ જેટલાં શખ્સોની અટક કરી હતી.
આ તમામ શખ્સોને ઝડપ્યા બાદ પીસીબીએ જુગારનાં સાધનો રોકડ રકમ સહિત રૂપિયા ૭૫ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યાે છે.
સૂત્રો અનુસાર આ દરોડામાં જુગાર રમાડનાર શખ્સ પણ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. જાે કે હકીકત તપાસ બાદ જ સામે આવશે.