સુરત : કોરોના બેકાબૂ બનતા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બજાર સ્વેૈચ્છિક લૉકડાઉન તરફ
ગુજરાતમાં કોરોના વાયરસ એક પછી એક મોટા શહેરોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ બાદ હવે કોરોના સુરત અને રાજકોટને પોતાના નિશાન બનાવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોનાના કારણે ઈટલી જેવી હાલત થવાના આરે છે, ત્યારે હીરા ઉધોગ બાદ કાપડ માર્કેટને લઈને સ્વૈચ્છિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને નાથવા માટે કાપડ માર્કેટમાં વેપારીઓએ સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર કર્યું છે.
સુરતના નાકોડા હરિઓમ માર્કેટની 1037 દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે સાંવરિયા માર્કેટની 1490 કાપડ દુકાનો બંધ છે. 20 ટકા કાપડ વેપારીઓનું 30 જુલાઈ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય સુરતના મિલેનિયમ માર્કેટ, સાંવરિયા માલામાં પણ લૉકડાઉન જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, સંક્રમણ વધતા વેપારીઓ પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોવાની માહિતી પણ મળી રહી છે.
બીજી બાજુ સુરત ડાયમંડ એસોસિએશને તમામ હીરા કારખાનેદારોને એક અપીલ કરી છે. સુરતના ડાયમંડ એસોસિએશને 10 દિવસ સુધી હીરાના કારખાના, યુનિટો અને એકમો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં કુલ 1464 લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.ગુજરાતમાં કોરોના વાયરસ એક પછી એક મોટા શહેરોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ બાદ હવે કોરોના સુરત અને રાજકોટને પોતાના નિશાન બનાવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે.
સુરતમાં કોરોનાના કારણે ઈટલી જેવી હાલત થવાના આરે છે, ત્યારે હીરા ઉધોગ બાદ કાપડ માર્કેટને લઈને સ્વૈચ્છિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને નાથવા માટે કાપડ માર્કેટમાં વેપારીઓએ સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર કર્યું છે. સુરતની મિલેનિયમ માર્કેટ, સાંવરિયા માલામાં પણ લૉકડાઉન જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, સંક્રમણ વધતા વેપારીઓ પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોવાની માહિતી પણ મળી રહી છે.