આસામમાં પૂરની સ્થિતિ ખુબ જ ગંભીર, લગભગ ૧૩ લાખ લોકો પ્રભાવિત
ગુવાહાટી: આસામમાં પૂર અને ભૂસ્ખલનમાં ચાર લોકોના મોત થયા છે. રાજ્યમાં કુદરતી આફતની સ્થિતી વધુ ગંભીર બનતી જણાય છે. રાજ્યના ૨૪ જિલ્લાઓમાં આશરે ૧૩ લાખ લોકો પ્રભાવિત થયા છે. એનડીઆરએફની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને સતત વરસાદને પગલે બરપેટા જિલ્લામાં ૪૮૭ ફસાયેલા ગ્રામજનોને બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત દ્ગડ્ઢઇહ્લની ટીમોએ માસ્ક વિતરણ, ડૂબેલા વિસ્તારોની સ્ક્રિનીંગ અને કોવિડ-૧૯ કટોકટીના કારણે યોગ્ય સામાજિક અંતર જાળવવામાં જિલ્લા વહીવટને પણ મદદ કરી હતી.
એનડીઆરએફની ટીમોએ સ્થળ પર પહોંચી અને ૭૭૭ ફસાયેલા ગ્રામજનોને સ્થળાંતર કરી સલામત સ્થળોએ ખસેડ્યા છે. આ ઉપરાંત ટીમો પણ જિલ્લા પ્રશાસનને માસ્ક વિતરણ, ડૂબેલા વિસ્તારોમાં તપાસ કરવામાં મદદ કરે છે અને કોવિડ-૧૯ મહામારીને લીધે યોગ્ય સામાજિક અંતર જાળવી રાખે છે એનડીઆરએફે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રથમ બટાલિયન દ્વારા ગુવાહાટીમાંથી આ વર્ષે ચોમાસાની ઋતુમાં ૯૫૦થી વધુ ફસાયેલા ગ્રામજનોને સ્થળાંતર કરાયા છે. ૧૮ જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તાઓ, પુલ અને અન્ય માળખાઓને નુકસાન પહોંચ્યું છે
એએસડીએમએ અધિકારીઓએ ઉમેર્યું હતું કે, પૂરને કારણે લગભગ ૮૧૦ મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે. ધીમાજી, લખીમપુર, વિશ્વનાથ, સોનિતપુર, ઉદલરુગૂ, દરાંગ, બક્સા, નલબારી, બારપેટા, ચિરાંગ સહિત ૩૩ જિલ્લાઓમાં ૧૨.૯૭ લાખ લોકો પ્રભાવિત થયા છે. બારપેટા સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે, જ્યાં ૩.૮૪ લાખ લોકો પ્રભાવિત છે તો ધીમજીમાં આશરે ૧.૩૧ લાખ લોકો અને ગોલાઘાટમાં ૧.૦૮ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. શનિવાર સુધીમાં ૨૦ જિલ્લાઓમાં પુરથી ૬.૦૧ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
વર્તમાનમાં પૂરની લહેરના કારણે ઓછામાં ઓછા ૮.૦૩ લાખ ઘરેલું પ્રાણીઓ અને ૨૪.૨ લાખ મરઘાં અસરગ્રસ્ત થયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, અસમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓ, સ્થાનિક વહીવટ સાથે અસરગ્રસ્ત લોકોને બચાવવા અને છૂટાછવાયા ગ્રામજનોને રાહત સામગ્રીના વિતરણ સહિત રાહત સેવાઓ આપવા માટે સતત કામ કરી રહ્યાં છે.