અમદાવાદમાં સોશિયલ ડીસ્ટન્સના થઈ રહેલા ધજાગરા!
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા અનલોક-૧ અને અનલોક-ર જાહરે થયા બાદ નોકરી-ધંધા ધીમે ધીમે ખુલી ગયા છે. તેમજ જનજીવન પણ થાળે પડી રહ્યુ છે. અમદાવાદ શહેરમાં જુલાઈ-માસ દરમ્યાન કોરોનાના કેસ અને મરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે, શહેરીજનો બેફીકર થઈને ફરી રહ્યા છે.
તથા કોરોનાને નિયંત્રણમાં લેવા માટેના સામાન્ય નિયમોનું પાલન કરવાનું ભૂલી ગયા છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડીસ્ટન્સ માટે સતત જાહેરાત થાય છે પરંતુ નાગરીકો આ બાબત હાસ્યાસ્પદ માની રહ્યા હોય એમ લાગી રહ્યુ છે. શહેરીજનો જાે આ ભૂલ દોહરાવતા રહેશે તો અમદાવાદની પરિસ્થિતિ સુરત કરતા પણ ખરાબ થવાની ભારે દહેશત નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.
અમદાવાદના નાગરીકો કોરોના અને લોકડાઉનની પીડા ભૂલીને રાબેતા મુજબની જીંદગી જીવવા પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે ખુબ જ ગંભીર કહી શકાય એવી ભૂલો પણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર જનજાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારની જાહેરાતો માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. પરંતુ નાગરીકો પર જાહેરાની કોઈ જ અસર થતી નથી. શહેરમાં ખુલ્લેઆમ સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા થઈ રહ્યા છે. લોકડાઉન દરમ્યાન બે ત્રણ કલાક માટે જે છૂટછાટ આપવામાં આવતી હતી તેમાં નાગરીકો કુંડાળમાં ઉભા રહીને ખરીદી કરતા હતા. તેમજ દુકાનદારો પણ સેનેટાઈઝર અને માસ્કનો .પયોગ કરતા હતા. અને શાકભાજી, ડેરી પાર્લર, ફળફળાદીના વેપારીઓને ખાસ હેલ્થ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તેમજ લારીઓ પણ છ ફૂટના અંતરે ઉભી રાખતા હતા.
પરંતુ લોકકડાઉન-ર દરમ્યાનમાં કેસની સંખ્યામાં ઘટાડો થયા બાદ નાગરીકો અને વેપારીઓ બેફીકર બની ગયા છે. કરીયાણાની દુકાન પાનના ગલ્લા અને ચાની કીટલી પર અગાઉની જેમ ભીડ ભેગી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નાગરીકોના ‘ટોળટોળા ’જાેવા મળે છે. વેપારીઓ કે ગ્રાહકોની માસ્ક દેખાવ પુરતી કાન પર લટકતી હોય છે. જ્યારે સનેટાઈઝર નામના દ્રવ્યની તો બાદબાકી જ થઈ રહી છે. શાકભાજી અને ફ્રટના વેપારીઓ પણ ભૂતકાળની જેમ એકબીજાને અડીને લારીઓ ઉભી રાખે છે. નાગરીકોને પણ આવી ભીડભાડમાં વીણીવીણીને શાકભાજી ખરીદી કરવી ગમી રહી છે. તેથી તેઓ પણ વિરોધ કરતા નથી.
અહીં પણ માસ્ક અને સેનિટાઈઝરની શોધ ભૂતકાળ ભૂતકાળ બની ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર સાત દિવસ માટેે ઈસ્યુ કરેલા લાયસન્સ ૪૦ દિવસ બાદ રીન્યુ થઈ રહ્યા છે. તેમ છતાં નાગરીકોને તેની પણ ચિંતા નથી. લારી લઈને ઉભેલી વ્યક્તિના નામથી જ લાયસન્સ છે કે કેમ? તે જાેવાની તસ્દી પણ લેવામાં આવતી નથી. શહેરના મોટા માર્કેટ ધીમે ધીમે ખુલી રહ્યા છે. તથા વેપારીઓ સાવચેતી પણ રાખે છે. પરંતુ તમામ વિસ્તારોમાં આવેલા નાના માર્કેેટ, દુકાનદારો અને શાકભાજીના ફેરીયા, પાનના ગલ્લા અને ચાની કીટલીઓ ફરી એક વખત કોરોનાના એપી સેન્ટર બની શકે છે.
અમદાવાદ શહેર પોલીસ વિભાગે પણ અનલોક-ર માટે ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં રાત્રી કફ્ર્યુ, માસ્ક ન પહેરવા બદલ દંડ અને જે તે વાહનમાં મુસાફરોની સંખ્યા મહત્ત્વના છે. પોલીસ વિભાગ પરિપત્રના તમામ નિયમો પૈકી માત્ર માસ્ક પેનલ્ટીના નિયમનો ચુસ્ત અમલ કરાવે છે. પરંતુ ઓટોરીક્ષામાં માત્ર બે પેસેન્જરના નિયમના ધજાગરા થઈ રહ્યા છે. તથા પૂર્વ પટ્ટામાં વધુ એક વખત બેરોકટોક શટલરીક્ષાઓ દોડી રહી છે. જેની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. જ્યારે નાગરીકો પણ કોરોનાને ભૂલી ગયા છે. શહેરમાં છેલ્લા થોડા દિવસોથી સુરતની જેમ જ સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા થઈ રહ્યા છે. સુરતમાં પણ અનલોકની જાહેરાત બાદઆ જ પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ.
ડાયમંડ અને ટક્ષ્ટાઈલ્સ ઉદ્યોગ શરૂ થયા હતા અને તે સમયે કેસની સંખ્યા ઓછી હોવાથી નાગરીકો પણ બેફીકર થઈને ફરી રહ્યા હતા. જેના માઠા પરિણામ છેલ્લા ૧પ દિવસથી સુરતમાં જાેવા મળી રહ્યા છે. અમદાવાદમાં જુલાઈ માસની શરૂઆતથી જ કેસ અને મરણ ઘટ્યા છે. જુલાઈના પ્રથમ ૧ર દિવસમાં માત્ર ર૦૪પ કેસ નોંધાયા છે. જ્યારે ૭૬ વ્યક્તિના મૃત્યુ થયા છે.મે અને જૂન મહિનામાં નોંધાયેલા કેસ અને મરણની સંખ્યા નહીંવત છે. પરંતુ નાગરીકોમાં હજુ પણ જાગૃતિ નહીં આવે તો ફરી એક વખત પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. મનપા અને પોલીસ વિભાગે પણ માત્રને માત્ર દંડ ઉઘરાવવા તરફ જ ધ્યાન આપવાના બદલે તમામ નિયમોના ચુસ્ત પાલન થાય તે તરફ ધ્યાન આપવાની જરૂર છે.
શાકભાજીની લારીઓમાં નિયત અંતર, ચાની કિટલી તથા પાનના ગલ્લા પર ભીડ એકત્રિત ન થવી, કરીયાણાની દુકાનો પર અગાઉની માફક કુંડાળામાં જ ઉભા રહેવું, શટલ રીક્ષાઓ બંધ થવી તેમજ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા માટે નાગરીકોને ફરજ પાડવી જરૂરી છે. સોશ્યલ ડીસ્ટન્સનો અમલ થતો ન હોવાથી કેસ વધી શકે છે એવી દહેશત પણ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.