Western Times News

Gujarati News

એક્ટર રવિ કિશનના PAને થયો કોરોના

મુંબઈ: બોલિવુડમાં પણ કોરોના પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. ‘કસોટી ઝિંદગી કી’માં ‘અનુરાગ’નું લીડ કેરેક્ટર કરતાં પાર્થ સમથાન તેમજ બચ્ચન ફેમિલીમાં સંક્રમણ આવ્યા પછી હવે ભોજપુરી સુપરસ્ટાર અને ઉત્તરપ્રદેશના ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશનના દિલ્હી પાર્લામેન્ટનું કામકાજ સંભાળી રહેલા પીએ ગુડ્ડુ પાંડેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પીએના સંપર્કમાં આવેલા દરેકનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હાલ તો રવિ કિશન સાથે તેની મુલાકાત નહોતી થઈ.

રવિ કિશને જણાવ્યું કે,’૪૨ વર્ષના ગુડ્ડુ પાંડે મારા પ્રિય સાથી છે. જે દિલ્હી પાર્લામેન્ટનું કામ જાેઈ રહ્યાં હતાં. તેમને થોડા દિવસથી તકલીફ થઈ રહી હતી જે પછી તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હું તેમના જલદી જ સ્વસ્થ થવાની કામના કરું છું.’

રવિ કિશને પોતાના કર્મચારીઓ અને સામાન્ય વ્યક્તિઓને અપીલ કરી છે કે તેઓ વૈશ્વિક મહામારીમાં સાવધાની જ બચાવ છે તે સૂત્રનો અમલ કરે. ગોરખપુરમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રવિ કિશને લોકોને ઘરે રહેવા અપીલ કરી અને કહ્યું કે, જાે ખૂબ જ જરૂરી હોય તો જ ઘરેથી માસ્ક લગાવીને નીકળે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી રાખે.

નોંધનીય છે કે કોરોનાની મહામારી મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી પણ અછૂત રહી નથી. હાલના સમયમાં બોલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રી પર કોરોનાની વધારે અસર જાેવા મળે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના પરિવારમાં સંક્રમણ જાેવા મળ્યું હતું તો અનુપમ ખેરના કુટુંબમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જાેકે, બચ્ચન ફેમિલી ઉપરાંત ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા ડઝનભેર લોકોમાં કોરોનાના લક્ષણ જાેવા મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.