દુવિધાવાળા નિયમોના લીધે ન્યુઝીલેન્ડની ટીમ હારી ગઇ
લોર્ડસ : આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં આખરે સુપરઓવર પણ ટાઇમાં રહ્યા બાદ ઇંગ્લેન્ડે વધારે ચોગ્ગા હોવાના આધારે વર્લ્ડ કપ તાજ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ચોગ્ગા અને છગ્ગાના કારણે ઇંગ્લેન્ડની ટીમની જીત થઇ છે. ન્યુઝીલેન્ડના મિડિયામાં આઇસીસીના નિયમોની ટિકા કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના મિડિયાએ કહ્યુ છે કે ટીમ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના મિડિયા સહિત કેટલાક પૂર્વ ક્રિકેટરો દ્વારા પણ આઇસીસીના નિયમોની ટિકા કરવામાં આવી રહી છે. કેટલાક પૂર્વ ખેલાડીઓએ તો નિયમોને હાસ્યાસ્પદ તરીકે ગણાવ્યા છે. ૨૨ હિરોની સાથે રમાયેલી ફાઇનલમાં કોઇ ટીમ વિજેતા બની નથી. તેમ ન્યુઝીલેન્ડના એક અખબારે લખ્યુ છે.
મિડિયાએ કહ્યુ છે કે આઇસીસીના નિયમોના કારણે ટીમ સાથે ચેડા થઇ ગયા છે. સ્ટફ ડોટ કોમ ન્યુઝીલેન્ડે કહ્યુ છે કે ક્રિકેટ વિશ્વ કપ ફાઇનલ ચોગ્ગા છગ્ગાના કારણે ન્યુઝીલેન્ડની ટીમ હારી ગઇ છે. ન્યુઝીલેન્ડ હેરાલ્ડે લખ્યુ છે કે ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ મેચ ૨૨ હિરો સાથે રમાઇ હતી. ન્યુઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસને કહ્યુ છે કે વિશ્વ કપ ફાઇનલ મેચોના નિર્ણય સુપર ઓવરના આધાર પર થવા જાઇએ નહીં. ભારતના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે કહ્યુ છે કે ચોગ્ગા છગ્ગાના આધાર પર નિર્ણય થવા જાઇએ નહીં. ગંભીરે આઇસીસીની ટિકા કરી છે. વર્લ્ડ કપ ૨૦૧૧માં મેન ઓફ ધ સિરિઝ થયેલા યુવરાજે કહ્યુ છે કે તે નિયમોથી સહમત નથી. પરંતુ નિયમ તો નિયમ છે. સ્ટાઇરિસે પણ આઇસીસીની ટિકા કરી છે.ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડ નેશે કહ્યુ છે કે અમારી સાથે છેતરપિંડી થઇ છે.