અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પરિવર્તન પેનલના ચૂંટણી બહિષ્કાર વચ્ચે પરિણામ જાહેર
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી જાહેર થઈ ત્યાર થી રાજ્યના શિક્ષણ આલમમાં ચર્ચાનું કેન્દ્ર બનાવની સાથે વિવાદમાં ઘેરાઈ હતી હાઈકોર્ટ સુધી ચૂંટણી રદ કરવા રીટ થતા ૭ જુલાઈએ યોજાનાર ચૂંટણી બંધ રહી હતી ફરીથી ૧૪ જુલાઈ રવિવારના રોજ યોજાયેલી રોજ યોજાઈ હતી જેમાં શિક્ષકોએ ભારે ઉમળકાભેર મતદાન કરતા અને બેલેટ પેપરમાં ગુપ્તતા ન જળવાતાના આક્ષેપ અને ચૂંટણીને ગેરકાયદેસર ગણાવી રાજ્ય શિક્ષક સંઘના મહામંત્રી સતીશ પટેલ અને પરિવર્તન પેનલ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાતા હસમુખ પટેલ અને તેમની એકતા પેનલનો ભવ્ય વિજય થયો હતો. બહુ ચર્ચિત અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં શિક્ષકોના પડતર પ્રશ્નો માટે સતત રાજ્ય સરકાર સામે લડત ચલાવતા હસમુખભાઈ પટેલની એકતા પેનલનો રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભવ્ય વિજય થતા શિક્ષકોએ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ પદે હસમુખભાઈ પટેલને ૨૮૯૧ મત, ઉપ પ્રમુખ અનિલભાઈ શંકરભાઈ પટેલને ૨૧૫૫ મત મહામંત્રી બી.ડી. પટેલ ૨૧૮૪ મત અને સહમંત્રી દેવીદાસ વણકર ૨૧૫૮ મત મેળવતા ભવ્ય વિજય પ્રાપ્ત થતા શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતીશ પટેલે ચૂંટણીની કાયદેસરતાને હાઈકોર્ટમાં પડકારવાની ચીમકી ઉચ્ચારી હતી.*