લોકો અકસ્માતનો ભોગ બને છે ત્યાં તંત્ર ડોક્યું નથી કરતુ અને ભરૂચ કલેકટર કચેરી નજીક પાણી ભરાતા પાલિકા કામે લાગી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/23-5-scaled.jpg)
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચમાં નગર પાલિકાની વ્હાલા દવલાની નીતિ સામે આવી રહી છે.જ્યાં બિસ્માર માર્ગ વાહનચાલકો ને અકસ્માત નો ભોગ બનાવી રહી છે.તે ગાબડાં પુરવાના બદલે ભરૂચ કલેકટર કચેરી ની બહાર સામાન્ય વરસાદી પાણી ભરાતા નગર પાલિકા ની ટિમ ખડકી દેવામાં આવી હતી.ત્યારે લોકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે તે માર્ગ ઉપર ગાબડાં નું પુરાણ કરવું કે પછી વરસાદી પાણીનો નિકાલ કરવો તે જરૂરી તે ચર્ચા નો વિષય બન્યો છે.
ત્યારે ભરૂચ કલેકટર કચેરી ની બહાર વરસાદી પાણીના નિકાલ માટે ભરૂચ નગર પાલિકાએ વેકયુમ ટેન્ક થી પાણી ખેંચવાનો પ્રયાસ કરી વરસાદી પાણી નો નિકાલ કરી રહી નજરે પડી હતી.ત્યારે અન્ય જાહેરમાર્ગો ઉપર પડેલા ગાબડાં કયારે પૂરાવશે? કલેકટર કચેરી નજીક સામાન્ય પાણી ભરાઈ તો પાલિકા ની ટીમ કામે લાગી જાય તો અન્ય વિસ્તારો નું શું?
શું ભરૂચ વહીવટી તંત્રએ નગર પાલિકાના સત્તાધીશોને ઠપકો આપ્યો છે એટલે કલેકટર કચેરી ની બહાર ભરાતા વરસાદી પાણી નો નિકાલ થાય તે એક લોકો માં ચર્ચા નો વિષય બની ગયો છે.